વડોદરામાં પ્રેમ પ્રકરણમાં સગીર-સગીરાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

વડોદરામાં પ્રેમ પ્રકરણને લઈને વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કિશનવાડીમાં ઝવેરનગરમાં સગીર-સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને ઘટના જાણ થતા બનાવ સ્થળ પર પંહોચી. ઘટનાસ્થળ પર પ્રાથમિક તપાસ કરતા પોલીસને મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી. પોલીસનું અનુમાન છે કે આત્મહત્યા કરતા પહેલા સગીર અને સગીરાએ સુસાઈડ નોટ લખી હોઈ શકે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી.

કિશનવાડીના ઝવેરનગરમાં પ્રેમ પ્રકરણમાં સગીર-સગીરાએ આત્મહત્યા કરી. પોલીસે ઘટનાસ્થળ પરથી સુસાઈડ નોટ કબજે કરી. જેમાં લખ્યું હતું કે અમે રાજીખુશથી આપઘાત કરીએ છીએ. અમારા આપઘાત બાદ આ બનાવને લઈને કોઈ કાર્યવાહી ના કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે આપઘાત મામલામાં પોલીસની સંડોવણી ના કરશો. જણાવી દઈએ કે કિશનવાડી વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મામલામાં સગીરા અને સગીરે એક સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ આ મામલામાં તપાસ કરશે કે બંનેને મજબૂર કરવામાં આવ્યા હતા કે પછી તેમના પર કોઈ દબાણ હતું. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.