મુંબઇ, ’લાપતાગંજ’ એક્ટર અરવિંદ કુમારને લઈને એક ખૂબ જ દુ:ખદ ખબર સામે આવી છે. ૧૨ જુલાઈએ હાર્ટ એટેક આવવાના કારણે એક્ટરનું નિધન થઈ ગયું છે. અરવિંદ કુમાર ટેલીવિઝનના પોપ્યુલર શો ’લાપતાગંજ’માં ચૌરાસિયાનો રોલ પ્લે કરતા હતા.
’લાપતાગંજ’માં ચૌરસિયાનું પાત્ર નિભાવી ચુકેલા અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. અરવિંદ શોમાં સપોર્ટિંગ પાત્ર ચૌરસિયાને લઈને પોપ્યુલર હતા. મનોજ જોશીએ એક્ટરના નિધનની ખબરને કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું ૧૨ તારીખે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. અરવિંદ હાલ કામ શોધી રહ્યા હતા. કોરોનાના બાદ કામ ન મળવાના કારણે તે આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા.
’લાપતાગંજ’ના રાઈટર અશ્ર્વિની ધીરે જણાવ્યું કે- હું અરવિંદને પોતાના પ્રોજેક્ટમાં સતત કામ આપતો રહ્યો છું. મારો પ્રયત્ન રહ્યો છે કે આ એક્ટર્સને કંઈક ને કંઈક મળતું રહે. તે આર્થિક રીતે કેટલા મજબૂત હતા તે નથી ખબર, પરંતુ એ જાણું છું કે તેમને કામની ખૂબ જ જરૂર હતી.
મે જૂનમાં જ તેમની સાથે અમારી ફિલ્મની શૂટિંગ કરી છે. મારી આવનાર ફિલ્મમાં તેમણે ચારથી પાંચ દિવસની શૂટિંગ કરી હતી. હું હમણા લોનાવલામાં હતો. જ્યારે તેમના મોતની ખબર સાંભળવા મળી. જાણકારી મળી કે કોઈ સેટ સ્ટૂડિયોમાં તેને કામ કરતી વખત હાર્ટ એટેક આવ્યો છે.