નવરાત્રિમાં મોદી સરકાર વધુ એક આર્થિક પેકેજની જાહેર કરશે

દેશમાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલા આર્થિક મંદીના વાતાવરણમાં કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ રૂા. બે લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે મોદી સરકાર આગામી દિવસોમાં તહેવારોની મોસમ પૂર્વે જ વધુ એક રાહત પેકેજ કે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને વેપાર-ધંધાને પ્રોત્સાહિત કરવા અને માંગ વધે તે હેતુથી આ પેકેજ જાહેર કરાશે. અગાઉ પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અને આત્મનિર્ભર ભારત પેકેજ જાહેર કરાયું હતું પરંતુ હવેના પેકેજમાં સરકાર તાત્કાલિક રોજગારી આપે તેવી 20 થી 25 મોટી યોજનાઓ જાહેર કરી શકે છે.

જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની હશે. આ ઉપરાંત ગ્રામીણ જોબમાં પણ હાલ જે વધારો થયો છે તે જળવાઈ રહે તથા ગરીબો માટે મફત અનાજ યોજનાઓને પણ આગળ ધપાવશે. અગાઉ સરકારે છ માસ માટે આ મફત રાશન પેકેજ યોજના વધારી હતી જેની મુદત ડીસેમ્બરમાં પૂરી થઇ રહી છે. ચાલુ વર્ષે દશેરા અને દુર્ગા પૂજન કે જે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં આવે છે તેની આસપાસ કે તે પૂર્વે આ પેકેજ જાહેર કરાશે. જેમાં શહેરી રોજગારીને પણ મહત્વ અપાશે.