પાલનપુર, ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ ધીમે ધીમે ભાજપના વિરોધ તરફ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વડગામમાં ભાજપ કાર્યાલય બહાર ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે. રુપાલા મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. પાટણના ભાજપ ઉમેદવાર કાર્યાલયના ઉદ્ધાટન માટે પહોંચ્યા ત્યારે વિરોધ દર્શાવ્યો છે. ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા ભરત ડાભીની બેઠક ન થઈ શકી. ક્ષત્રિય સમાજના યુવકોએ હોબાળો કરતા પોલીસે ૧૦ થી વધુ યુવકની અટકાયત કરી છે.
બીજી તરફ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. બનાસકાંઠાના પાલનપુરમાં ક્ષત્રિય અસ્મિતા રથ સાથે રાજપૂત સમાજના દેખાવો જોવા મળ્યો છે. પાલનપુરથી રથ દાંતીવાડા અને ત્યારબાદ ધાનેરા મુકામે જવાનો છે.