વડાપ્રધાન મોદી ભાવનગર શહેર અને વલસાડના નાનાપોંઢાની મુલાકાત, તૈયારીઓની સમીક્ષા કરવા વિશેષ બેઠક યોજાઇ

ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

નવીદિલ્હી,
વડાપ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. ત્યારે મોદી વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંકશે. મોદી આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાનની જંગી સભાને લઈ રાજયના ત્રણ પ્રધાનોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જોકે સભા સ્થળે પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીની હાજરીમાં વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં પાર્ટીના વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમને લઈને કાર્યક્રમને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમના મુલાકાતના સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. વિધાનસભાની ચૂંટણી સમયે આ સમૂહ લગ્નમાં પાટીદાર સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થાય તેવી શક્યતાઓ રહેલી છે. ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભાવનગરના પ્રવાસે આવશે અને ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાવનગર ખાતે જવાહર મેદાનમાં ૫૫૨ દીકરીઓના સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે.

આ એવી દીકરીઓ છે જે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનની સાથે સાથે આ સમૂહલગ્નમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.મહત્વનું છે કે, ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા પિતા વિહોણી કન્યાઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને અંદાજે રૂપિયા ૨ લાખ ઉપરાંતનો કરીયાવર જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત ૧૦૩ વસ્તુઓ આપવામાં આવશે. ઉદ્યોગપતિ સુરેશ લખાણી અને મોટાભાઈ સહિતના પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાઓનો સુંદર શમિયાણો ચલાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આથક રીતે પછાત તથા માતા-પિતા વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રત સમાજમાં પોતાની જવાબદારી બખૂબી નિભાવી રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. ત્યારે મોદી વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંકશે. મોદી આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે..વડાપ્રધાનની જંગી સભાને લઈ રાજયના ત્રણ પ્રધાનોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જોકે સભા સ્થળે પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીની હાજરીમાં વિશેષ બેઠક યોજાઈ હતી..જેમાં પાર્ટીના વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે..સુરક્ષાની વાત કરીએ તો, સભાસ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. સુરક્ષા બંદોબસ્તમાં ૧૩ ડીવાયુએસપી, ૨૩થી વધુ પીઆઇ અને ૧૩૦ પીએસઆઇ સાથે ૧ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે..વડાપ્રધાનની સભાને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાશે તેમજ ૮ ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. ત્યારે હવે વિવિધ રાજકીય નેતાઓ તેમજ વડાપ્રધાન ગુજરાતમાં અવાર નવાર ચૂંટણી સભાઓ ગજવી શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે અને ૬ સભાઓ ગજવશે. અગાઉ કોંગ્રેસને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રવાસ નક્કી થયો છે.રાજસ્થાનના મુખ્ય અશોક ગહેલોત આવતકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે સવારે ૧૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ અશોક ગહેલોત રાજકોટ ખાતે એક પ્રેસમાં સંબોધન કરશે. પ્રેસ બાદ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાઇને એક જન સભાને સંબોધન કરશે. આ સિવાય અશોક ગહેલોત સોમવારે મય ગુજરાતના પ્રવાસે જશે, જ્યાં આકલાવ ખાતે સભા સંબોધન કરશે.