જાંબુઘોડા,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભવિષ્યમાં બાળકો જોરીયા પરમેશ્ર્વરના બલિદાન વિશે માહિતગાર થાય તે માટે પ્રાથમિક શાળાનુ નામ બદલીને જોરીયા પરમેશ્ર્વર પ્રાથમિક શાળા કરવામાં આવ્યુ હતુ. કાકરોલીયા ખાતેથી તેઓ સંત જોરીયા પરમેશ્ર્વર પ્રતિમા અને શાળાનુ ઈ-લોકાર્પણ કરવાના છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વડેક ગામે વર્ષ-1838માં જન્મેલા જોરીયા કાલીયા નાયક ઉર્ફે જોરીયા પરમેશ્ર્વરએ ધણા બધા રજવાડાના ધોડેસવારોને હરાવ્યા હતા. તેમણે આદિવાસીઓના જળ, જમીન અને જંગલના હકો બચાવવા તેમજ શોષણ અને સમાજ સુધારા એમ ત્રણ વિવિધ મુદ્દાઓ લઈ વર્ષ 1868માં અંગે્રજો સામે આંદોલન શરૂ કર્યુ હતુ. પંચમહાલ જિલ્લામાં જંગલ કાયદો લગાવીને આદિવાસીઓના અધિકારો છીનવી લીધા પરિણામે તેમના અને રૂપસિંહ નાયક તથા ગલાલ નાયક દ્વારા જે આંદલનના વર્ષે તેઓ દ્વારા આદિવાસી યુદ્ધનિતીથી અંગે્રજો અને દેશી રજવાડાઓને ત્રાહિમામ પોકારાવી દીધા હતા. અને ખુબ અંગે્રજોએ કબુલ્યુ કે, જોરીયા પરમેશ્ર્વરના આંદોલનની પરાકાષ્ઠાના ગાળામાં લોકો એવુ માનતા હતા કે અંગે્રજોના શાસનનો અહિં અંત આવ્યો છે. આદિવાસીઓને શોધવા માટે પુણા, ગ્વાલિયર, અને અમદાવાદ જેવા શહેરોમાં 1100 સેૈનિકોની એક સેના બોલાવી 15 દિવસ સુધી ફાઈટ ટુ ફીનીશ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી હતી. 15 દિવસ પછી જોરીયા પરમેશ્ર્વર પકડાઈ જતા જાંબુઘોડાના રાજવી જગતસિંહ બારીયાએ ફાંસી આપી હતી. અને અન્ય યોદ્ધાઓને આજીવન કારાવાસ અથવા દેશ નિકાલની સજા કરવામાં આવી હતી. 16 એપ્રિલ 1868ના દિવસે પાંચ યોદ્ધાઓને ફાંસી આપવાથી તેમની યાદમાં દર વર્ષે તા.16 એપ્રિલને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.