વડાપ્રધાન મોદીની અપીલ બાદ રકુલ-જેકીએ વેડિંગ ડેસ્ટીનેશન બદલ્યું

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને પ્રોડ્યુસર જેકી ભગનાની આગામી મહિને ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. ગોવામાં તેમણે જગ્યાની પસંદગી કરી દીધી છે અને તેમણે પસંદ કરેલા રિસોર્ટમાં તૈયારીઓ ચાલી રહી છે.રિપોર્ટ મુજબ, એક્ટર રકુલ અને પ્રોડસર જેકી વિદેશમાં લગ્ન કરવાના હતા. તેમણે મિડલ ઈસ્ટમાં વેડિંગ માટે છ મહિના સુધી પ્લાન કર્યો હતો અને બધી તૈયારીઓ થઈ ગઈ હતી.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિસેમ્બરમાં વેડ ઈન ઈન્ડિયા ની અપીલ સાંભળ્યા બાદ તેમણે વિદેશના બદલે પોતાના જ દેશમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો અને આ રીતે ગોવાની પસંદગી થઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રભાવશાળી અને ધનિક લોકોને પોતાના જ દેશમાં લગ્ન સમારંભ યોજવા અપીલ કરી હતી. ભારતમાં ટુરિઝમને પ્રોત્સાહન મળે અને ઘરેલુ અર્થતંત્રમાં વૃદ્ધિ થાય તે હેતુથી તેમણે આ અપીલ કરી છે.

દેશનું હૂંડિયામણ વિદેશમાં જાય તેના બદલે તેણે સ્થાનિક સ્તરે રોજગારી સર્જનમાં ઉપયોગી બને તે પસંદ હેતુથી વડાપ્રધાન મોદીએ કરેલી અપીલ કરોડો લોકોને સ્પર્શી ગઈ છે. દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાની કપલ રકૂલ અને જેકીએ ફરજ અદા કરવાના હેતુથી વડાપ્રધાનની અપીલને માન હાલ આપવાનું વિચાર્યું હતું.

દુબઈમાં લગ્નની તૈયારી છેલ્લા છ મહિના થી ચાલી રહી હતી અને દરેક તૈયારી થઈ ગઈ હતી પરંતુ પીએમની અપીલ બાદ વિદેશ લગ્ન રદ કરી ભારતમાં દરિયા કિનારે ગોવામાં ભવ્ય રિસોર્ટમાં ૨૧ ફેબ્રુઆરીમાં લગ્ન સમારોહ યોજાશે. ઉલ્લેખનિય છે કે જેકી અને રકુલ હાલમાં ૨૨ જાન્યુઆરીના રોજ અયોયાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત હતા અને તે બન્નેએ હાજરી આપી હતી.