ગાંધીનગર, વિવિધ રાજકીય પક્ષો લોક્સભા ચૂંટણીને લઇને જોર શોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જો કે ચૂંટણી વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતની વડોદરા બેઠક પણ આંતરિક વિખવાદને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે સી આર પાટીલ કાર્યર્ક્તાઓને વિવાદોમાંથી બહાર આવવા અપીલ કરી છે.
વડોદરા લોક્સભા બેઠક પર પહેલા રંજનબેન ભટ્ટના નામને લઇને વિરોધ ઊભો થયો હતો. જે પછી રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. જે પછી ભાજપે વડોદરા બેઠક પર હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે. જો કે તે પછી પણ ભાજપમાં નાના મોટા વિરોધ સામે આવતા રહ્યા છે. એટલુ જ નહીં ગુજરાતમાં અન્ય કેટલીક બેઠક પર પણ ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યા છે, ત્યારે ભાજપના આંતરિક અસંતોષ પર સી આર પાટીલે નિવેદન આપ્યુ છે.
સી આર પાટીલે કાર્યર્ક્તાઓને વાદ-વિવાદમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યુ કે કોણ શું કહે છે એની ચિંતા ના કરો. તમે માત્ર કામ પર ફોક્સ કરો. થોડું કામ કરવાની જરૂર છે.બુથમાં, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરને કામ આપજો. આમાંથી કોઈથી ડરતા નહીં, તમારૂ ન માને તો મને ફોન કરજો.