ગાંધીનગર, શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. જ્યા ગરમી શરૂ થવાની હતી, ત્યાં હવે કમોસમી વરસાદ આવી ચૂક્યો છે. તો આ વચ્ચે કાતિલ ઠંડીની ફરી એકવાર આગાહી આવી ગઈ છે. ઉત્તર ભારતના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ભારતના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે તેમ જણાવ્યુ છે.
આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થઇ જશે. ઉતર ગુજરાત મય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી થવાની શક્યતા રહેશે. રાત્રી અને વહેલી સવારે લઘુતમ તાપમાન નીચુ જઈ શકે.