
ઉતર પ્રદેશની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.૧૮ વર્ષથી નીચેનાં વિદ્યાર્થીઓ પર ટુ વ્હીલર, ફોર વ્હીલર ચલાવવા પર રોક લગાવવા પેટ્રોલ પંપ પરથી તેમને ડીઝલ-પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવાયો છે.
વધતા જતા અકસ્માતોને રોકવા આ નિર્ણય લેવાયો છે. એટલે આજથી યુપીમાં સગીરને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ નહીં મળે. પેટ્રોલ પંપ પર આ મામલે વોચ રહેશે અને નોટીસ ૫૦૮ લગાવવામાં આવશે.
રાજય બાલ અધિકાર સંરક્ષણ આયોગનાં સભ્ય ડો.સુચિતા ચતુર્વેદીએ માયમિક અને બેઝીક શિક્ષણ નિર્દેશક પોલીસ મહા નિર્દેશક ખાદ્ય રસદ વિભાગનાં કમિશ્ર્નર પરિવહન કમિશ્ર્નર અને પોલીસ મહા નિરિક્ષકને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.