ઉત્તરાખંડમાં જોશીમઠમાં જોખમ વચ્ચે લોક્સભા ચૂંટણીની તૈયારી તેજ, સીએમ ધામીની ભગવો લહેરાવવા ઘડી રણનીતિ

દહેરાદુન,

દેશમાં લોક્સભાની ચૂંટણી પહેલા ૯ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે રાજકીય નિષ્ણાતો આ ચૂંટણીને સેમિફાઈનલ ગણી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ લોક્સભાની ચૂંટણી માટે બ્યુગૂલ ફૂંકી દીધું છે. તાજેતરમાં જ દિલ્હીમાં થયેલીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ ચૂંટણીને લઈને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં બાદ જે રાજ્યમાં ભાજપની સરકાર છે તેમણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દાવો કર્યો કે, લોક્સભાની ચૂંટણીમાં ભાજપને બે તૃતિયાંશ બહુમતીથી જીત અપાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરવામાં આવશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આગામી લોક્સભાની ચૂંટણીની તૈયારીને લઈને દાવો કરવામાં આવ્યો છે કે. ભાજપને બે તૃતિયાંશ બહુમતીથી જીત અપાવવાના લક્ષ્ય સાથે કામ કરવામાં આવશે તેમજ પાર્ટીના દરેક કાર્યર્ક્તાઓને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સરકારની નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ અંગે લોકો સુધી પહોંચાડવામાં આવશે અને ભાજપને મત આપવા માટેની અપીલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપે બે તૃતિયાંશ બહુમતીથી જીતવાનો લક્ષ્ય રાખ્યો છે જેમાં ખાસ કરીને મોદીનું ફોક્સ એવા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે. ઉત્તરાખંડમાં લોક્સભાની પાંચ બેઠકો છે જેમાં ગત ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. જોકે, હાલ ઉત્તરાખંડમાં તાજેતરમાં જોશીમઠનો મુદ્દો ચગ્યો છે જેના પગલે ભાજપે પણ આગામી ચૂંટણીમાં કોઈ નુક્સાન થાય તે માટે તૈયારી કરી રહ્યું છે.