ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ ૩.૮ની તીવ્રતા

દહેરાદુન,

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢની નજીક જણાવવામાં આવી રહ્યું છે. રવિવારે સવારે લગભગ ૯:૦૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે લગભગ ૯:૦૦ વાગ્યે પિથોરાગઢથી ૧૦ કિમી દૂર ૨૩ કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી હતી. હાલ કોઈ પણ પ્રકારના નુક્સાન અંગે કોઈ માહિતી નથી મળી.

આ અગાઉ ૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ પિથોરાગઢમાં ૪.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર બિંદુ નેપાળની સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાથી ૯૦ કિમી દક્ષિણ પૂર્વમાં હતું. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશી અને પિથોરાગઢનો વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.