ઉત્તરાખંડમાં ૨૧ મિનિટમાં એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ભયનો માહોલ

દહેરાદુન,

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારની રાત્રે ત્રણ ભૂંકપના આંચકા આવ્યા હતાં.આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલમાં જાનમાલનું નુક્સાન થયું હોવાના કોઇ સમાચાર નથી. પહેલો આંચકો ૧૨:૪૦, બીજો આંચકો ૧૨:૪૫ અને ત્રીજો આંચકો ૦૧:૦૧ પર આવ્યો હતો.

એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, અચાનક બારી-દરવાજાનો જોરદાર ધડાકો થયો અને આ સાથે જ રસોડામાં રાખેલા કેટલાક વાસણો પણ પડી ગયા હતા. એક બાદ એક સતત ત્રણ ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકો લાંબા સમય સુધી ઘરોની બહાર રહ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે ૧૨:૪૫ કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી. જેનું કેન્દ્ર ભટવાડી તહેસીલ હેઠળના સિરોરના જંગલમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે ક્યાંય પણ નુક્સાનના સમાચાર નથી. આવા સમયે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.