ઉત્તરકાશી, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના પુરોલા વિસ્તારમાં ખાનગી ઇન્ટર કોલેજના શિક્ષક દ્વારા તેની જ શાળામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની પર કથિત બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીને મંગળવારે ગંભીર હાલતમાં પુરોલાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે દેહરાદૂન મોકલવામાં આવી હતી.
પોલીસ આરોપીઓને શોધવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પુરોલાની એક ખાનગી ઈન્ટર કોલેજમાં ભણાવતા શિક્ષકે સોમવારે સાંજે વિદ્યાથનીને પોતાના રૂમમાં બોલાવી અને તેના પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો.
આ ઘટનાના બીજા દિવસે મંગળવારે વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી, જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાર્થીના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપી શિક્ષકે પુરોલામાં તેની દાદી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના રૂમમાં બોલાવી તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. પુરોલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મોહન કાથેટે જણાવ્યું કે ફરિયાદના આધારે મોરી વિસ્તારના રહેવાસી રાકેશ કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ ચાલી રહી છે.