- ગુજરાતના 33 જીલ્લાઓમા પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદુષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્ય લઇને સામાજીક કલ્યાણ હેતુ ગુજરાત ભ્રમણ કરશે.
રાજ્ય સરકાર દ્વારા ચલાવવામા આવતી અનેકવિધ યોજનાઓ જેવી કે, પર્યાવરણ સુરક્ષા, પ્રદુષણ નિયંત્રણ, વન સંરક્ષણ, વન્ય જીવ સંરક્ષણ, પર્વત સંરક્ષણ, નદી સંરક્ષણ, બેટી બચાવો-બેટી પઢાવો, સડક સુરક્ષા, જલ સંરક્ષક તેમજ સ્વચ્છ ભારત મિશન જેવા ઉદ્દેશ્યોને તેમજ સરકારના આ તમામ હેતુઓને સાકાર કરવાના હેતુ સાથે ઉત્તર પ્રદેશથી આવેલ 20 જણની વિશ્વશાંતિ પદયાત્રી ટીમએ ગુજરાતના પુર્વ છેવાડે આવેલા દાહોદ જીલ્લાથી ગુજરાત રાજ્યની યાત્રાનો શુભારંભ કર્યો હતો.
દાહોદ જીલ્લામાં વિશ્ર્વશાંતિ પદયાત્રી ટીમ 2 દિવસ સુધી રોકાઇ હતી, જે દરમ્યાન તેઓ દ્વારા આર.ટી.ઓ. ટીમ સાથે સંકલન સાધીને દાહોદના રસ્તાઓ પર વાહન ચાલકોને સડક સુરક્ષા અંગેની વિગતે જાણકારી આપી હતી. જેમા ફોર-વ્હીલર માટે સીટ બેલ્ટ તેમજ બાઇક ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ શા માટે જરૂરી છે, તેમજ ટ્રાફિક નિયમોનું પાલન શા માટે કરવુ કઇ રીતે કરવુ એની જાણકારી આપવામા આવી હતી. સીટ બેલ્ટ લગાવ્યા વગર ચલાવતા ફોર વ્હીલર ચાલકો અને હેલ્મેટ વગર ગાડી ચલાવતા બાઇક ચાલકોને ઊભા રાખીને ટ્રાફિક નિયમો અંગે વિશેષ જાણકારી આપવામા આવી હતી.
ઉપરાંત દાહોદની વિવિધ શાળાઓમા જઇને પર્યાવરણની સાચવણી કઇ રીતે કરવી, પ્રદુષણ નિયંત્રણ માટેના ઉપાયો, બેટી બચાવો બેટી પઢાવોની સમજ આપતાની સાથે વિદ્યાર્થીઓના મંતવ્ય પણ લેવામા આવ્યા હતા. દિકરીઓ સાથે સમાજમાં થતા ભેદભાવ એ સાથે નદી-વન્ય જીવો તેમજ વન્યની માનવ જીવનમા થતી ઉપયોગિતા વિશે વિસ્તાર પુર્વક સમજ આપીને શાળાઓના બાળકો અત્યારથી જ સમાજનુ સાચુ ચિત્રણ સમજે અને આગળ જતા સમાજોપયોગી કાર્યો કરતા થાય એ અપેક્ષા સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી.
આ પદયાત્રાની શરૂઆત 30 જુલાઇ, 1980 દરમ્યાન ઉત્તર પ્રદેશથી અવધ બિહારીલાલ દ્વારા કરવામા આવી હતી. ઉત્તર પ્રદેશની આ 20 જણની વિશ્ર્વશાંતિ પદયાત્રી ટીમ સમગ્ર ગુજરાતના 33 જીલ્લાઓમા પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદુષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્ય લઇને સામાજીક કલ્યાણ હેતુ ગુજરાત ભ્રમણ કરશે.