
- અઝહરુદ્દીન પર આરોપ છે કે તે જિહાદી સાહિત્ય અને વીડિયો દેખાડીને યુવકોને અલ કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ અને JMB ની વિચારધારા સાથે જોડાવાના પ્રયત્નમાં હતો.
સહારનપુર,
ઉત્તર પ્રદેશ એટીએસએે શંકાસ્પદ આતંકી અઝહરુદ્દીનની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ મુજબ, અઝહરુદ્દીન અલકાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ અને જમાતે મુજહીદીન બાંગ્લાદેશના ભારતીય કનેક્શન સાથે જોડાયેલો હતો. સહારનપુરના અઝહરુદ્દીનને એટીએસમુખ્યાલય પર પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતમાં જેહાદ ફેલાવવા અને યુવાનોને રેડિક્લાઇઝ કરવાનો આરોપ છે.અઝહરુદ્દીન પર આરોપ છે કે તે જિહાદી સાહિત્ય અને વીડિયો દેખાડીને યુવકોને અલ કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ અને JMB ની વિચારધારા સાથે જોડાવાના પ્રયત્નમાં હતો. તો અઝહરુદ્દીનના ભારતીય અને ઇન્ટરનેશનલ આતંકીઓ સાથે સંપર્કોની તપાસ પણ ચાલી રહી છે. આ મોડ્યૂલના ૧૦ શંકાસ્પદ આતંકવાદીઓની આ વર્ષે ધરપકડ થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશ એટીએસએ જણાવ્યું કે, પકડાઇ ગયેલો શંકાસ્પદ સહારનપુરનો રહેવાસી છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં AQIS અને JMB મોડ્યુલ આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકી લુકમાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી મોહમ્મદ મુદસ્સીર, સહિત ૧૦ આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.
આ કેસમાં પહેલા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં એટીએસને અઝહરૂદ્દીન બાબતે લીડ મળી. તપાસમાં એટીએસને અઝહરૂદ્દીનની ભૂમિકા શંકાસ્પદ લાગી તો તેને સહારનપુરથી એટીએસ હેડક્વાર્ટર લખનૌ લાવીને પૂછપરછ કરી અને ત્યારબાદ ૩૦ ડિસેમ્બરની મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી. અઝહરૂદ્દીનના કબજામાંથી એ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ છ્જીને ખબર પડી કે પકડાઇ ગયેલા શંકાસ્પદ લોકો AQIS અને JMB સંગઠનની વિચારધારા સાથે જોડીને દેશમાં શરીયા કાયદો સ્થાપિત કરીને, ચૂંટેલી સરકારને હટાવીને ઇસ્લામિક દેશની સ્થાપન માટે કામ કરી રહ્યો હતો.
આ આગાઉં નવેમ્બરમાં ઉત્તર પ્રદેશ છ્જીએ ૫૦ હજારના ઇનામી બદમાશ સૈયર કાઝી અરશદની ધરપક કરી હતી. એટીએસ તેની ગેરકાયદેસર હથિયાર તસ્કરી કેસમાં તપાસ કરી રહી હતી. ૨૮ ઓક્ટોબરના રોજ તેની સાથે આફતાબ આલમ, મેનુદ્દીન શેખ સહિત ૪ લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયાર અને જીવિત કારતૂસ મળી આવી હતી. સૈયદ કાઝી અરશદ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસોની તસ્કરી કરીને તેના નિર્માણમાં સંડોવાયેલો હતો. ઓક્ટોબરમાં કરવામાં આવેલી એટીએસની કાર્યવાહીમાં આરોપી પકડાઇ શક્યો નહોતો. ત્યારબાદ ફરાર સૈયદ કાઝી અરશદ પર ૫૦ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.