ઉત્તરકોરિયા, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આગામી વર્ષે ત્રણ વધુ સૈન્ય જાસૂસી સેટેલાઈટ લોંચ કરવાની યોજના બનાવી રહ્યો છે. કોરિયન મીડિયા તરફથી મળતા રિપોર્ટ પ્રમાણે ગત મહિને ઉત્તર કોરિયાએ સફળતાપૂર્વત પોતાનો પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઈટ લોંચ કર્યો હતો.
પોતાની સેનાને વધુ મોર્ડન અને અપગ્રેડેડ બનાવવાના હેતુથી કોરિયા આ સૈન્ય જાસૂસી સેટેલાઈટને લોંચ કરવાની તૈયારી કરી રહ્યો છે. કિમ જોંગ ઉને કોરિયાની સેન્ટ્રલ કમિટીના પાંચ સભ્યોની બેઠક દરમિયાન એવો ટાર્ગેટ રાખ્યો હતો. આ ઉપરાંત ગત મહિને ઉત્તર કોરિયાએ એવો દાવો કર્યો હતો કે, તેને પોતાના સૈન્ય સેટેલાઈટથી અમેરિકા અને દક્ષિણ કોરિયાના સૈન્ય ઠેકાણાઓની ઈમેજ લીધી છે.
ગત ૨૧ નવેમ્બરે કોરિયાએ પોતાના સૈન્ય જાસૂસી સેટેલાઈટ મલિંગયોંગ-૧નું સફળતાથી અવકાશમાં સફળ લોંચિંગ કર્યું હતું. આ અગાઉ મે અને ઓગસ્ટમાં આનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ સફળતાથી ઉત્સાહમાં આવેલા કિમ જોંગે આગામી વર્ષે ત્રણ વધુ સૈન્ય જાસૂસી સેટેલાઈટ અવકાશમાં તરતા મુકવાની યોજના બનાવી છે. રિપોર્ટ પ્રમાણે કિમ જોંગે બોલાવેવી બેઠકોમાં જણાવ્યું હતું કે, આપણે પરમાણુ ખતરા પર તરત રિએક્શન આપવું જોઈએ. તમામ તૈયારીઓ વધારવી જોઈએ જેથી દક્ષિણ કોરિયાને પોતાના કાબૂમાં લઈ શકીએ.
કોરિયન તાનાશાહે અનમેન્ડ આર્મ્ડ એરિયલ વ્હીકલને પણ વિક્સિત કરવાની જરૂરિયાત કહી હતી. કિમે કહ્યું કે કોરિયાને હવે એક થવા પર સહમત નથી. દક્ષિણ કોરિયાના ઉત્તર કોરિયાથી જોડવું હવે શક્ય નથી. આનાથી સાફ થઈ જાય છે કે, બંને દેશોના સંબંધો આ વર્ષે તણાવપૂર્ણ રહી શકી છે. ઉત્તર કોરિયા પોતાના પરમાણુ મિસાઈલોના વિકસિત કરવા પર ધ્યાન કરી રહ્યું છે. કિમે ધમકી આપતા કહ્યું કે, જો અમેરિકા અને દક્ષિણ કોરિયા અમારી વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરશે તો અમે પરમાણુ હુમલા કરવાથી પાછા નહિ પડીએ.