
વિશ્વના વિવિધ દેશોનો પોશાક સંપૂર્ણપણે અલગ છે. ભારતનો પરંપરાગત પોશાક અલગ છે તેવી વિવિધ દેશોના અલગ પોશાક હોય છે. પરંતુ આજે જીન્સ મુખ્યત્વે મોટાભાગના દેશોમાં પહેરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે.
જીહા, આ દેશના લોકો જીન્સ પહેરવું તો દૂર નામ પણ લઈ શક્તા નથી, જો કોઈ વ્યક્તિ જીન્સ પહેરે તો પણ તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય છે. ત્યારે આ કયો દેશ છે અને કેમ ત્યાં જીન્સ પર પ્રતિબંધ છે ચાલો જાણીએ.
આજે, જીન્સ પહેરવા એ આખી દુનિયામાં સામાન્ય કપડાં તરીકે જોવામાં આવે છે. વિશ્ર્વના ઘણા દેશોમાં,સ્ત્રી અને પુરૂષ બંને જીન્સ પહેરવાનું પસંદ કરે છે. જીન્સની ખાસિયત એ છે કે તે ગરીબથી લઈને અમીર સુધી તમામ ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. હવે સવાલ એ છે કે જીન્સ કયા દેશમાં પ્રતિબંધિત છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ હતો પણ તપાસ કરતા જણાયું કે ત્યાં બ્લ્યૂ જ નહી તમામ પ્રકારના જીન્સ પર પ્રતિબંધ છે. આટલું જ નહીં ઉત્તર કોરિયામાં લોકો જીન્સ પહેરી શક્તા નથી, પરંતુ ત્યાં જીન્સ પહેરવા પર સજા પણ છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સને અમેરિકન સામ્રાજ્યવાદનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે અમેરિકાને આ દેશનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયામાં પર બ્લુ સહિત તમામ કલરના જીન્સ પર પ્રતિબંધ છે.
મળતી માહિતી મુજબ ઉત્તર કોરિયાએ ૨૦૦૯માં સ્વીડનમાં જીન્સની નિકાસ કરવાની યોજના બનાવી હતી. જેથી ત્યાંના પબ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ તેને નોકો બ્રાન્ડના નામથી વેચી શકે. પરંતુ સમગ્ર વિશ્ર્વમાં તેનો એટલો વિરોધ થયો કે નિર્ણય પાછો ખેંચવો પડ્યો. એક હકીક્ત એ પણ છે કે ઉત્તર કોરિયામાં જીન્સ બનાવવાની છૂટ છે, પરંતુ તેને પહેરવાની મંજૂરી નથી. પરંતુ અહીં અંદરની તમામ માહિતી સંપૂર્ણપણે નિયંત્રિત છે. ઉત્તર કોરિયામાં કોઈ જીન્સ પહેરતું નથી. જેઓ જીન્સ પહેરે છે તેમની સામે સામાજિક બહિષ્કાર અને કાનૂની કાર્યવાહી છે.