મહેસાણા, મહેસાણા જિલ્લામાં સીઝનનો ૧૩.૩ ટકા વરસાદની સામે ૧૨.૯૯% વાવેતર થયું. સૌથી વધારે વિસનગર તાલુકામાં વાવેતર જોવા મળ્યું. વિસનગરમાં સૌથી વધુ ૯૭૦૫ હેક્ટરમાં, વડનગરમાં સૌથી ઓછું ૧૨૭૧ હેક્ટરમાં વાવેતર થયું છે.સિઝનના અંતે ૧૬.૪૭ લાખ હેક્ટરના અંદાજ સામે ૨૯૬૧૬ હેક્ટર વાવેતર થયું છે. ૫ જિલ્લામાં વાવેતરની સ્થિતિ જોઈએ તો, મહેસાણામાં ૨.૮૭ લાખ હેક્ટરના અનુમાન સામે ૫૮૮૧ હેક્ટરમાં, પાટણમાં ૩.૧૬ લાખ હેક્ટરના અંદાજ સામે ૬૮૪૦ હેક્ટર, બનાસકાંઠામાં ૬.૧૦ લાખ હેક્ટરના અંદાજ સામે ૧૬૮૪ હેક્ટર, સાબરકાંઠામાં ૨.૩૧ લાખ હેક્ટરના અંદાજ સામે ૧૧૬૪૫ હેક્ટર અને અરવલ્લીમાં ૨.૦૧ લાખ હેક્ટરના અંદાજ સામે ૩૫૬૬ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.
મહેસાણા જિલ્લામાં સીઝનના ૧૩.૩% વરસાદ સામે અત્યાર સુધી ૧૨.૯૯ ટકા જમીનમાં વાવેતર થઈ ચૂકયું છે ૧૦ તાલુકામાં સૌથી વધારે ૯૭૦૦૫ હેક્ટર વાવેતર વિસનગર તાલુકામાં થયું છે જ્યારે સૌથી ઓછું વાવેતર ૧૨૭૧ હેક્ટર વાવેતર વડનગર તાલુકામાં થયું છે.
કૃષિ વિભાગના અંદાજ મુજબ જિલ્લામાં ચોમાસુ સિઝનના અંતે ૨,૮૬,૭૪૫ હેક્ટર જમીનમાં વાવેતર થશે અત્યાર સુધીમાં ૩૭,૨૫૫ હેક્ટરમાં જમીનમાં વાવેતર થઈ ચૂકયું છે. મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ૯૭૦૦૫ હેક્ટર વાવેતર વિસનગર તાલુકામાં થયું છે, આ ઉપરાંત કડીમાં ૬૪૬૦ મહેસાણામાં ૬૩૬૧ વિજાપુરમાં ૬,૦૦૦ ઊંઝામાં ૧,૯૭૬ સતલાસણામાં ૧૭૫૨ જોટાણામાં ૧,૪૨ બહુચરાજીમાં ૧૩૪૫ ખેરાલુમાં ૧૭૭૩ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે .
ચોમાસુ વાવેતર શરૂ થયાના બીજા સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતની ૨૯૬૧૬ હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂકયું છે. ગત વર્ષે ૧૬૩૨૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે, ગત વર્ષની સરખામણીએ ૮૧.૪૭% વધુ વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં પ્રિ-મોનસુન સીઝનમાં વધુ વરસાદ થયો હોવાથી વાવેતર વધ્યું છે.
પાકની સ્થિતિ પ્રમાણે વાવણીની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ મહેસાણા જિલ્લામાં ૨૩,૪૧૭ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થઈ ચૂકયું છે. આ ઉપરાંત ઘાસચારાનું ૮૧૩૭ હેક્ટરમાં શાકભાજીનું ૩૦૨૬ હેક્ટરમાં, મગફળીનું ૨૨૩૯ હેક્ટરમાં, અડદનું ૪૧૦ હેક્ટરમાં અને બાજરીનું ૧૦ હેક્ટરમાં વાવેતર થઈ ચૂકયું છે બીજી બાજુ કપાસના વાવેતર તેના અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યા છે ૭ થી ૧૦ દિવસના કપાસના વાવેતર પૂર્ણ થશે ત્યારબાદ ચોમાસાની શરૂઆત સાથે કઠોળ અને ધાન્ય પાકોના વાવેતરને પણ વેગ મળશે.