ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં ફ્લેટ જોવા ગયેલી મહિલા પર સામૂહિક બળાત્કાર

લખનૌ,ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર જેવા જઘન્ય અપરાધનો મામલો સામે આવ્યો છે. મહિલા બુરારી વિસ્તારમાં ફ્લેટ જોવા ગઈ હતી. જ્યાં પ્રોપર્ટી ડીલર સહિત બે લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ તેને રવિવારે એક ખાલી ફ્લેટ માં લઈ ગયા, જ્યાં તેઓએ તેને નશાયુક્ત પાણી પીવડાવ્યું. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી અનુસાર, તે ભાડે રહેવા માટે ઘર શોધી રહી હતી અને આ સંબંધમાં તે પ્રોપર્ટી ડીલર જિતેન્દ્રના સંપર્કમાં આવી હતી.

ડીસીપી નોર્થ ડિસ્ટ્રિક્ટે માહિતી આપી હતી કે ૨૯ ઓક્ટોબરના રોજ બુરારી પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો. પીડિતા, જે ૩૨ વર્ષની છે, તેણે આરોપ લગાવ્યો કે તે એક પ્રોપર્ટી ડીલર જીતેન્દ્ર પાસે ભાડા પર રૂમ જોવા માટે આવી હતી. તેણીએ વધુમાં આરોપ લગાવ્યો કે આરોપી જીતેન્દ્રએ ડ્રિંકમાં કોઈ નશીલા પદાર્થ ભેળવીને તેને પીવડાવ્યું હતું. પાણી પીધા બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ ઉપરોક્ત સરનામાના આધારે તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના સમયે અન્ય એક અજાણ્યો શખ્સ પણ હાજર હતો. તે અજાણ્યા શખ્સે તેની સાથે બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી અનુસાર, “બળાત્કાર કર્યા પછી, બંને આરોપીઓ સ્થળ છોડીને ચાલ્યા ગયા. જ્યારે પીડિતા ફરીથી હોશમાં આવી, ત્યારે તેણે તેનું પીસીઆર મંગાવ્યું.” આ પછી, આઈપીસીની કલમ ૩૭૬ (ડી)/૩૨૮/૫૦૬ હેઠળ પીએસ બુરારીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતાને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી, જ્યાં તેણે આ જ નિવેદન આપ્યું હતું. ૩૦ ઓક્ટોબરે પીડિતાનું નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. આરોપી જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેને ૧લી નવેમ્બરે સંબંધિત માનનીય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.