નવીદિલ્હી,એક તરફ ગુજરાતમાં ગરમી વધવાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે તો બીજી તરફ ઉત્તરભારતમાં ગરમી થઇ ગઈ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુક્તિઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ૫ દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૭ એપ્રિલે મહારાષ્ટ્ર , વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રગં બતાવવાનું શરુ કયુ છે. ગુવારે રાજધાની દિલ્હીમાં પારો ૩૩.૫ ડિગ્રીને પહોંચ્યો હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યેા હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. રાજધાનીમાં વાદળો રહેશે પરંતુ આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. ૯મી અને ૧૧મી એપ્રિલે હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.
હાલમાં, ઉત્તર પશ્ર્ચિમ ભારતના ઘણા ભાગો, ઉત્તરપૂર્વ ભારતના ભાગો, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨-૪ ઓ ઓછું છે અને દેશના બાકીના ભાગોમાં લગભગ સામાન્ય છે. આગામી ૫ દિવસ દરમિયાન ઉત્તરપશ્ર્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે.
સ્કાયમેટ વેધર અનુસાર, ગુવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેમજ તેલંગાણા, છત્તીસગઢ, તમિલનાડુ કેરળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં આસામ, સિક્કિમ અને હિમાલય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.