
- ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક માર્ગ અકસ્માત
- શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી
- અકસ્માતમાં 9 લોકોના મોત, 2 લોકો લાપતા
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બે લોકો લાપતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જીપ લગભગ 600 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે.
