રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગાંધીનગરમાં સ્થિત ગુજરાત પોલીસ એકેડમી ખાતે ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.વાલા,એચ.પી.પરમાર અને પીએસઆઇ વિશાલ શાહને પણ ચકચારી ગુનાઓ શોધી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી કોમંડેશન ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર કરૈની પોલીસ એકેડમી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પામેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
સુભાષ ત્રિવેદી, આર.બી.બ્રહ્મભટ્ટ અધિક પોલીસ મહાનિર્દેશક, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકે ગોલ્ડ મેડલ મળ્યા છે. તો એડીજીપી આઇજીપી ડીઆઇજીપી અને એસપી કક્ષાના કુલ ૧૩ અધિકારીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જ્યારે પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને અન્ય પીસી કક્ષાના પોલીસ કર્મચારીઓ સહિત ૧૩ ડીવાયએસપી અધિકારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈડીબી વાળા અને એચ.પી.પરમારનો સમાવેશ થાય છે.