ઉત્તરાયણ પહેલા જ કરૂણાતિંકા, આઠ વર્ષનો બાળક પતંગ ચગાવતા પટકાયો, થયું મોત

અમદાવાદ,

ઉત્તરાયણ નજીક આવતાં જ ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં પતંગ ચગાવતું બાળક પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના સાબરમતીના ડી કેબિનના સમર્થ્ય સ્ટેટ્સની છે. જ્યાં ૮ વર્ષના બાળકનું પાણીની ટાંકી પરથી પતંગ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન જ તે પાણીની ટાંકી પરથી પટકાયો હતો. બાળકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ પહેલા આઠ વર્ષના મિતાંશુંનું મોત થયું હતું. ઘટનાને પગલે સાબરમતી પોલીસે અકસ્માતનો ગુનો નોંયો છે. નોંધનીય છે કે, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે માતા-પિતાએ તેમના બાળકોનું ખાસ યાન રાખવું જોઇએ.

આવી જ એક ઘટના મહેસાણામાં જ પણ સામે આવી છે. મહેસાણાના ઉંઝામાં એક્ટિવા પર જઈ રહેલા યુવાનને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગળમાં દોરી આવી જતાં યુવાનને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનને ગળાના ભાગે ૪૦ જેટલા ટાંકા આવ્યા હતા. જોકે, સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. ઉતરાયણને હજુ એક મહિનાની વાર છે તે પહેલા ચાઈનીઝ દોરી વેચવાનો વેપલો તેજ બન્યો છે.

ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા એડવોકેટને પતંગની દોરીના લીધે અકસ્મતા નડ્યો છે. પતંગની દોરી તેમના ગળમાં આવી જતાં અકસ્માત સર્જાયો છે. જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.