રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. જો વાત ઉત્તરાયણના પર્વની ઉજવણી હોય તો આપણા નેતાઓ પણ કેમ બાકાત રહે. મકરસંક્રાતિના પર્વની નેતાઓએ પણ મજા માણી. ઉત્તરાયણના પર્વની કેન્દ્રીય ગૃહપ્રધાનથી માંડીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉજવણી કરી.
ઉત્તરાયણના પર્વની કેન્દ્રીય ગૃહપ્રધાનથી માંડીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના વેજલપુર અને સાબરમતીમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગનો આનંદ માણ્યો હતો.
તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે સુરતમાં પતંગ ઉડાડી. હર્ષ સંઘવીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પતંગ કાપશે ભાજપનો વિકાસ પતંગ.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને પરિવારજનો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકાસનો સતત ચગી રહેલો પતંગ લોકસભા ચૂંટણીમાં ભાજપને હેટ્રિક અપાવશે.
તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ મહેસાણામાં પતંગની મજા માણી અને મકરસંક્રાતિનો તહેવાર ઉજવ્યો હતો. આમ ઉત્તરાયણના રંગે નેતાઓ પણ રંગાયા.
ઉત્તરાયણ પર્વને લઇને રાજ્યભરમાં ઉત્સાહ ત્યારે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ પોતાના મત વિસ્તારમાં મેયર, ડેપ્યુટી મેયર અને કાર્યકરો સાથે પતંગ ઉડાડીને ઉજવણી કરી હતી.