દેહરાદૂન, યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ ઉત્તરાખંડ સરકાર દ્વારા ૬ ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. એસેમ્બલી સત્રની શરૂઆત પહેલા કમિટી યુસીસીનો ડ્રાટ ૨ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારને સુપરત કરશે. આ સિવાય રાજ્યના આંદોલનકારીઓ અને તેમના આશ્રિતો માટે સરકારી સેવાઓમાં ૧૦ ટકા આડી અનામત માટેનું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
૫ થી ૮ ફેબ્રુઆરી દરમિયાન વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે. સત્ર દરમિયાન, સરકાર તરફથી ઘણા બિલો અને વાષક પ્રતિનિધિત્વ અહેવાલો ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે. આમાં સૌથી મહત્વપૂર્ણ યુસીસી બિલ અને રાજ્યના આંદોલનકારીઓ માટે ૧૦ ટકા આડી અનામતનું બિલ છે. સત્ર પહેલા, વિધાનસભા અયક્ષ રિતુ ખંડુરીની અયક્ષતામાં કારોબારી સલાહકારની બેઠકમાં ગૃહ ચલાવવા માટેનો એજન્ડા નક્કી કરવામાં આવશે.
સરકારે આ બિલને ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના સભ્યના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવશે. જેના કારણે ગૃહમાં અન્ય કાયદાકીય કામ થશે નહીં. ૬ ફેબ્રુઆરીએ સરકાર અને રાજ્યના આંદોલનકારીઓનું અનામત બિલ ગૃહમાં રજૂ કરશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે ૨ ફેબ્રુઆરીએ યુસીસી ડ્રાટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિ સરકારને રિપોર્ટ સોંપશે. તે જ સમયે, રાજ્ય સરકારે ૩ ફેબ્રુઆરીએ કેબિનેટની બેઠક બોલાવી છે. જેમાં ગૃહમાં રજુઆત માટે બિલોને મંજૂરી આપી શકાય છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રેમચંદ અગ્રવાલે જણાવ્યું હતું કે ગૃહને ચલાવવાનો એજન્ડા બિઝનેસ સલાહકાર બેઠકમાં નક્કી કરવામાં આવશે. પરંતુ સરકાર ૬ ફેબ્રુઆરીએ ગૃહમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.