વોશિગ્ટન, યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)ના ચીફ રબ્બી અબ્રાહમ કૂપરે ફરી એકવાર વિશ્ર્વના સૌથી મોટા લોક્તાંત્રિક દેશ પર ભારત વિરુદ્ધ ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ગયો છે. આ પહેલીવાર નથી જ્યારે યુએસસીઆઇઆરએફ ચીફ રબ્બી અબ્રાહમ કૂપરે ભારતને લઈને ધાર્મિક ભેદભાવ સાથે સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો હોય.
યુએસસીઆઇઆરએફએ ગત મે મહિનામાં એક રિપોર્ટ રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ચિંતાજનક છે.યુએસસીઆઇઆરએફએ ભલામણ કરી હતી કે યુએસ-ભારત દ્વિપક્ષીય બેઠકો દરમિયાન ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવવામાં આવે અને સાંભળવામાં આવે. જો કે યુએસસીઆઇઆરએફ ૨૦૨૦ થી રાજ્ય વિભાગને સમાન ભલામણો કરી રહ્યું છે જેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
આજથી ૨ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૦માં પણ યુએસસીઆઇઆરએફએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અંતર્ગત તેમણે ભારતને કન્ટ્રી ઓફ પાટક્યુલર કન્સર્નની શ્રેણીમાં લિસ્ટ કર્યું હતું. તેણે ભારતને ચીન, ઉત્તર કોરિયા, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા દેશોની શ્રેણીમાં મૂક્યું. વર્ષ ૨૦૧૯ ના એક અહેવાલ અનુસાર યુએસસીઆઇઆરએફ દ્વારા ભારતને ટિયર ૨ દેશની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૪ પછી આ પ્રથમ વખત હતું. જ્યારે વર્ષ ૨૦૧૯માં ભારતને ટિયર ૨ દેશની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. યુએસસીઆઈઆરએફએ ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ હેઠળ ભારત વિરુદ્ધ કડક કાર્યવાહીનું સૂચન કર્યું હતું.
આ વખતે યુએસસીઆઇઆરએફએક ડગલું આગળ વધીને ભારતને અફઘાનિસ્તાન, સીરિયા, નાઈજીરિયા અને વિયેતનામની સાથે ધાર્મિક ભેદભાવની યાદીમાં મૂકવાની ભલામણ કરી છે. તેમણે ભારતીય એજન્સીઓ અને અધિકારીઓ પર આર્થિક બાબતોથી લઈને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.