યુસૈન બોલ્ટ ટી -૨૦ વિશ્વકપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, ૧૧ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે

મુંબઇ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ઓલિમ્પિક લેજેન્ડ યુસૈન બોલ્ટને આગામી આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. ટી ૨૦ વર્લ્ડ જે ૧ થી ૩૦ જૂન ૨૦૨૪ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.૧૧ વખતનો વર્લ્ડ ચેમ્પિયન બોલ્ટ જમૈકા, વેસ્ટ ઈન્ડિઝનો છે.

તેણે ૨૦૧૭માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લીધી હતી. તેણે તેની છેલ્લી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.બોલ્ટે કહ્યું, હું આગામી ટી ૨૦ વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને રોમાંચિત છું. રમત હંમેશા મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, અને હું વિશ્ર્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝની મેચમાં હાજરી આપવા અને વિશ્ર્વ સ્તરે ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સુક છું. જ્યારે હું વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝને ચોક્કસપણે સમર્થન આપીશ, ત્યારે અમેરિકામાં રમત લાવવી એ ક્રિકેટ માટે મોટી વાત છે. આ વિશ્ર્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ માર્કેટ છે અને અમે ટી ૨૦ વર્લ્ડ કપ માટે શું કરીશું તે ૨૦૨૮માં એલએ ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવાની એક શ્રેષ્ઠ તક છે.