યુએસએના રાષ્ટ્રપતિની રેસમાં વિવેક રામાસ્વામીની તેજીથી લોકપ્રિયતા વધી રહી છે

  • એલોન મસ્કે રામાસ્વામીને  “આશાજનક ઉમેદવાર” ગણાવ્યા 
  • રામાસ્વામીએ અઢી મહિના પહેલા જ એલોન મસ્કની ટીકા કરી હતી
  • ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે – રામાસ્વામી

અબજોપતિ એલોન મસ્કએ શુક્રવારે ભારતીય-અમેરિકન દાવેદાર વિવેક રામાસ્વામીને રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની પ્રશંસા કરી અને તેમને “આશાજનક ઉમેદવાર” ગણાવ્યા હતા. 38 વર્ષીય રામાસ્વામી રાષ્ટ્રપતિ પદના સૌથી યુવા ઉમેદવાર છે. તેમણે ફેબ્રુઆરીમાં રિપબ્લિકન રાષ્ટ્રપતિની નોમિનેશન હરીફાઈમાં પ્રવેશ કર્યો હતો.

37 વર્ષીય વિવેક રામાસ્વામી યુએસમાં સૌથી યુવા રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. ભારતીય-અમેરિકન ઉમેદવાર રામાસ્વામી અમેરિકન યુવાનોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને તેમની સરખામણી બરાક ઓબામા સાથે કરવામાં આવી રહી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કએ શુક્રવારે ભારતીય-અમેરિકન યુએસ પ્રમુખપદના ઉમેદવાર વિવેક રામાસ્વામીની પ્રશંસા કરી અને તેમને “આશાજનક” ઉમેદવાર ગણાવ્યા હતા.

ટેસ્લાના માલિક દ્વારા વિવેક રામાસ્વામીના વખાણ પણ આશ્ચર્યજનક છે કારણ કે તેણે માત્ર અઢી મહિના પહેલા જ એલોન મસ્કની ટીકા કરી હતી. એલોન મસ્ક મેના અંતમાં ચીનની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે કિન ગેંગ સાથે ખાસ મુલાકાત કરી હતી રામાસ્વામીએ કહ્યું કે ચીન પોતાના એજન્ડા માટે અમેરિકી ઉદ્યોગપતિઓને કઠપૂતળીની જેમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એલોન મસ્ક ચીન ગયા તે ચિંતાનો વિષય છે. 

ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે ચીનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચીનમાં પોતાનો બિઝનેસ વિસ્તારશે. આના પર પ્રતિક્રિયા આપતા રામાસ્વામીએ સવાલ ઉઠાવ્યો કે મસ્ક કેવી રીતે કહી શકે કે બંને દેશોને સાથે રહેવાના ફાયદા છે.

ગુરુવારે જાહેર કરાયેલા રિપબ્લિકન પ્રાથમિક મતદારોના બે નવા મતદાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશાળ માર્જિનથી પ્રથમ સ્થાને દર્શાવે છે પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે અત્યાર સુધી બીજા સ્થાને પોતાનું સ્થાન બનાવનાર રોન ડીસેન્ટિસ હવે ત્રીજા નંબર પર સરકી ગયો છે. રિપબ્લિકન ફર્મ સિગ્નલના વેબ-પેનલ પોલમાં રામાસ્વામીને 11 ટકા સમર્થન મળ્યું છે. તે ડીસેન્ટીસ કરતા 1 પોઈન્ટ આગળ છે.જોકે કેટલાક મતદાન દર્શાવે છે કે ડીસેન્ટીસ હજુ પણ રામાસ્વામીથી આગળ છે.

રામાસ્વામીએ કહ્યું છે કે ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે અને જો તે સત્તામાં આવશે તો બેઈજિંગ સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખશે.’ જો તેઓ આવતા વર્ષે વ્હાઇટ હાઉસમાં ચૂંટાય તો ટ્રમ્પને તુરંત જ માફ કરી દેવાની અને રિપબ્લિકન પ્રાઈમરી પોલમાં સારો દેખાવ કરવા બદલ ભૂતપૂર્વ પ્રમુખ પાસેથી વખાણ મેળવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.  યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામાસ્વામીની સતત વધી રહેલી લોકપ્રિયતાએ રોન ડીસેન્ટિસને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ જ કારણ છે કે ડીસેન્ટિસે તેમના કેમ્પેઈન મેનેજર જેનેરા પેકને જેમ્સ ઉથમીયરને બદલી નાખ્યા. ટ્રમ્પ સાથે સારા સંબંધોને કારણે તેઓ ઘણા રિપબ્લિકન લોકોના ફેવરિટ બની રહ્યા છે.

વિવેક રામાસ્વામીનો જન્મ 9 ઓગસ્ટ 1985ના રોજ થયો હતો. વિવેક રામાસ્વામીના માતા-પિતા કેરળમાંથી સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનું બાળપણ સિનસિનાટી, ઓહાયોમાં પસાર થયું. રામાસ્વામીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પછી યેલ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કર્યો હતો.