અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇરાન પર સંયુકત રાષ્ટ્રના હથિયાર પ્રતિબંધોને ફરીથી લાગૂ કરી દીધા છે. સાથો સાથ તેના પર અનેક નવા પ્રતિબંધો નાંખવામાં આવ્યા છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહૃાું કે આજે હું ઈરાનના પરમાણુ, બેલિસ્ટિક મિસાઇલ અને પરંપરાગત હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે નવા પગલાં ઉઠાવી રહૃાો છું.
ટ્રમ્પે કહૃાું કે મારું વહીવટતંત્ર ઈરાનને પરમાણુ હથિયારો વિકસિત કરવાની ક્યારેય મંજૂરી આપશે નહીં અને ના તો અમે બેલિસ્ટિક મિસાઇલો અને પરંપરાગત હથિયારોના સપ્લાય દ્વારા બાકીની દુનિયાને ખતરામાં મૂકવાની મંજૂરી આપતા નથી.
ટ્રમ્પે કહૃાું કે તેમણે ઈરાન પર યુએન પ્રતિબંધો ફરીથી સ્થાપિત કરવા માટે નવા કાર્યકારી આદેશો રજૂ કર્યા છે. સાથો સાથ ઇરાનના પરમાણુ, મિસાઇલ અને પરંપરાગત શસ્ત્રો સંબંધિત પ્રવૃત્તિઓને ટેકો આપતી બે ડઝનથી વધુ કંપનીઓ અને વ્યક્તિઓ પર નવા પ્રતિબંધો મૂકયા છે.
આ આદેશ મુજબ ઇરાનની સાથે પરંપરાગત હથિયારોનું સપ્લાય, વેચાણ અથવા હસ્તાંતરણમાં ભાગીદારોની અમેરિકામાં સંપત્તિને ટાંચમાં લેવાશે.