યુએસમાં હિમપ્રપાત ક્રિસમસની મજા બગાડશે ૪ હજારથી વધુ ફ્લાઇટો અને ટ્રેન રદ કરાઈ !!!

વોશિગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પણ લોકોને સાવચેત રહેવા ચેતવણી આપી:૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા વર્ષના અંતે સમગ્ર વિશ્ર્વ નાતાલની મજા માણવા માટે અનેરા આયોજન કરતા હોય છે ત્યારે વિદેશમાં ત્યોહાર નવા વર્ષની જેમ લોકો ખૂબ હર્ષ ઉલ્લાસથી મનાવતા હોય છે અને અનેકવિધ તૈયારીઓ પણ હાથ ધરતા હોય છે.

અમેરિકામાં ઠંડીએ ક્રિસમસની મજા લોકો માટે ફીકી કરી દીધી છે. અમેરિકાની જો વાત કરવામાં આવે તો ઠંડીનું ઝંઝાવત પરિવર્તન ૪૦૦૦ થી વધુ ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે. ગુરૂવારના રોજ ૨૩૫૦ જેટલી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી હતી જ્યારે શુક્રવારના રોજ ૨૧૨૦ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. માત્ર ફ્લાઇટો જ નહીં પરંતુ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.

ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશન જણાવ્યું હતું કે મિડવેસ્ટ ની સાથોસાથ શિકાગો, ડેટ્રોઈટ સહિતના દેશોમાં ઠંડીના ઝંઝાવાત ઘણા પ્રશ્ર્નો ઊભા થયા છે જેના કારણે ફ્લાઇટને રદ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એમ પણ જણાવ્યું હતું કે જો ફરી જરૂરિયાત ઊભી થશે તો વધુ લાઈટને રદ કરવામાં આવશે. વિશ્ર્વાસની ઉજવણી પૂર્વેજ ઠંડીનું ઝંજાવત પરિવર્તન સરકારે ઘણી બધી ટ્રેનોને પણ રદ કરી દીધી છે અને લોકોને સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ તેમના દરેક જે પ્લાન કરવામાં આવેલી રજાઓ છે તેને મુલતવી રાખ્યા અને ઘરે જ ક્રિસમસની ઉજવણી કરે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બીડને પણ લોકોને સાવચેત રહેવા માટે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે તેઓ આ વાતની ગંભીરતાને સમજે અને પોતાના જે પ્લાન છે તેને હાલ પૂરતા મુલતવી રાખે. ગવર્મેન્ટ એ પણ દરેક ને પોતાની સલામતી રાખવા સૂચન કર્યું છે અને સરકારને પણ તાકીદ કરી છે કે દરેક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે.