US કોર્ટનો ફેંસલો: મોદી-શાહ વિરૂદ્ધનો કેસ ફગાવ્યો, 735 કરોડનું અલગાવવાદી સંગઠનોએ માંગ્યુ હતું વળતર

અમેરિકાની એક ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ દાખલ કરેલો વળતરનો કેસ ફગાવી દીધો છે. કશ્મીરના એક અલગાવવાદી સંગઠન અને તેના બે સહયોગીઓએ એક કેસ દાખલ કરીને 735 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. મામલાની સુનાવણીમાં સંગઠન તરફથી કોઈ હાજર નહોતું રહ્યું. ત્યારબાદ કોર્ટે કેસ ખત્મ કરી દીધો હતો.

અલગાવવાદી સંગઠન કશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટે આ કેસ 19 સપ્ટેમ્બર 2019એ અમેરિકામાં થયેલા પીએમ મોદીના કાર્યક્રમ હાઉડી મોદી પહેલા કેસ દાખલ કર્યો હતો. તેમાં જમ્મુ કશ્મીરના વિશેષ અધિકારને ખતમ કરવાના ફેંસલાને પડકારવામાં આવ્યો હતો.
આ સાથે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લેફટેનન્ટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લોન પાસે 735 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. ઢીલ્લોન ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ અને ચીફ ઓફ ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પદ પર છે.

કેસ દાખલ કરીને સુનાવણીમાં ના આવ્યા સંગઠન

ટેક્સાસની ડિસ્ટ્રીક્ટ કોર્ટના જ્જ ફ્રાન્સીસ એચ.સ્ટેસીએ કેસની સુનાવણી વખતે કહ્યું કે કશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટે અરજી દાખલ કર્યા બાદ કેસ ચલાવવા માટે કાંઇ જ કર્યું નથી સુનાવણી માટે નક્કી કરેલી તારીખ પર તેમના માટે કોર્ટમાંથી કોઈ હાજર થયું નહોતું. 6 ઓક્ટોબરે આપેલા આદેશમાં તેમણે કેસ પુરો કરવાની અરજી કરી હતી. 22 ઓક્ટોબરે ડિસ્ટ્રીક્ટ કોર્ટે જ્જ એન્ડ્રુ એસ. હેનને તેને ફગાવી દીધી હતી.

કેસ દાખલ કરનાર ત્રણ સંગઠનો

કેસ દાખલ કરનારામાં કાશ્મીર ખાલીસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ સિવાય અન્ય બે અરજદારો છે. જે TFK અને SMS નામના સંગઠનો છે. તેમના તરફથી વકિલ ગૂરપતવંતસિંહ પન્નૂનને એપોઈન્ટ કરાયા હતાં. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે જમ્મુ કશ્મીરના વિશેષ રાજ્યની સ્થિતી બદલવા માટે સંવિધાનમાં સંશોધન કર્યું હતું.