
વોશિગ્ટન,
અમેરિકા-કેનેડા બોર્ડર પાસે ભારતીય સમય પ્રમાણે રવિવારે મોડી રાતે એક ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું. અમેરિકન એરફોર્સના એફ-૧૬ ફાઇટર જેટે તેને તોડી પાડ્યું છે. છેલ્લાં એક અઠવાડિયામાં જોવામાં આવેલું આ ચોથું ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે જેને તોડી પાડવામાં આવ્યું છે. હવે તેના કાટમાળની શોધખોળ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ જો બાઇડેને બોર્ડર ઉપર જોવા મળેલાં આ ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે પછી અમેરિકી ફાઇટર જેટે કાર્યવાહી કરી.

એક અમેરિકન અધિકારીએ કહ્યું- લેક હૂરોમાં જોવા મળેલું ચોથું શંકાસ્પદ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ઓક્ટાગોનલ સ્ટ્રક્ચરનું હતું. તેમાં થોડાં તાર લટકી રહ્યા હતાં. જોકે, તેનાથી મિલિટ્રીને કોઈ પ્રકારનો ખતરો હતો નહીં. પરંતુ તે જમીનથી ૨૦ હજાર ફૂટ ઉપર ઉડી રહ્યું હતું, એટલે તે સિવિલ એવિએશન માટે સંકટ બની શક્તું હતું. જેના કારણે તેને તોડી પાડવામાં આવ્યું છે.
લેક હૂરો અમેરિકાના મિશિગન સ્ટેટનો વિસ્તાર છે. ચોથું ફ્લાઇંગ ઓબ્જેક્ટ અહીં જમીનથી ૨૦ હજાર ફૂટ ઉપર ઉડી રહ્યું હતું. તેને તોડી પાડતા પહેલાં અમેરિકી પ્રશાસને મિશિગન એરસ્પેસ બંધ કરી દીધું હતું.
અમેરિકામાં પહેલાં પણ આ પ્રકારના બે અને કેનેડામાં એક ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટડોએ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, તે પછી અમેરિકી એરફોર્સના ફાઇટર જેટ્સે એક્શન લીધું અને બધા ઓબ્જેક્ટને તોડી પાડ્યા છે. આ પ્રકારની ઘટના ચીનમાં પણ થઈ. ત્યાં પણ ૧૨ ફેબ્રુઆરીએ ક્વિગંદાઓ શહેરના દરિયા કિનારે લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું.