યુએસ આર્મીનું ઓપરેશન ટેરર, સોમાલિયામાં આઇએસઆઇએસ નેતા બિલાલ સહિત ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા

વોશિગ્ટન,

અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી બિલાલ અલ-સુદાની સહિત તેના લગભગ ૧૦ સહયોગીઓને મારી નાખવાનો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનના વહીવટીતંત્રના બે વરિષ્ઠ અધિકારીઓએ આની પુષ્ટિ કરી. બાયડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી સોમાલિયામાં બિલાલ અલ-સુદાની સમગ્ર આફ્રિકા અને ખંડમા આઇએસઆઇએસના વિસ્તરણ અને અન્ય પ્રવૃત્તિઓના આયોજનમાં સામેલ હતો.

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને બાદમાં એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે અલ-સુદાની માર્યો ગયો હતો. જાણકારી અનુસાર ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ પર અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાન દરમિયાન ઈસ્લામિક સ્ટેટના ઘણા સભ્યો માર્યા ગયા હતા, જેમાં બિલાલ-અલ-સુદાનીનો પણ સમાવેશ થાય છે.

મીડિયા અહેવાલો અનુસાર, અલ-સુદાનીએ આફ્રિકામાં આઇએસઆઇએસંને પ્રોત્સાહન આપવા અને અફઘાનિસ્તાન સહિત વિશ્ર્વભરમાં જૂથની કામગીરી માટે નાણાં પૂરાં પાડવામાં મદદ કરી હતી. તે જ સમયે, અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે આ ઓપરેશનમાં કોઈ નાગરિકને નુક્સાન થયું નથી. તેમણે આ સફળ વિરોધી આતંકવાદ ઓપરેશનમાં તેમના સમર્થન માટે ગુપ્તચર સભ્યો અને અન્ય આંતર-એજન્સી ભાગીદારોનો આભાર માન્યો.

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને જણાવ્યું કે અલ-સુદાની છેલ્લા ઘણા સમયથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતો. બિલાલ અલ-સુદાનીએ આફ્રિકામા આઇસની કામગીરીમાં તેમજ અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન આએએસઆઇએસ કેને નાણાકીય સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગયા વર્ષે આરોપ લગાવ્યો હતો કે અલ-સુદાનીએ અન્ય આઇએસ ઓપરેટિવ અબ્દલ્લાહ હુસૈન અબાદિગ્ગા સાથે નજીકથી કામ કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકામાં યુવાનોની ભરતી કરી અને તેમને શ પ્રશિક્ષણ શિબિરોમાં મોકલ્યા.