ઉર્વશી રૌતેલાનો અમદાવાદમાં ખોવાયેલ સોનાનો આઈફોન મળી ગયો

મુંબઇ,હવે ઉર્વશી રૌતેલાને એક ઈમેલ મળ્યો છે, જેમાં તે શખ્સે ફોનના બદલામાં અમુક ડિમાન્ડ રાખી છે. હવે આ ખબર ખૂબ જ વાયરલ થઈ રહી છે.હકીક્તમાં જોઈએ તો, થયું છે એવું કે, ક્રિકેટ સ્ટેડિયમમાં ફોન ગુમ થવાની વાત ઉર્વશીએ સોશિયલ મીડિયા પર જણાવી હતી અને રિક્વેસ્ટ કરી હતી કે, જેને પણ મારો ફોન મળે તે પાછો આપી દે. તે ફોન ૨૪ કેરેટ ગોલ્ડનો હતો. તેથી આ ફોનની કિંમત શું છે તેનો અંદાજ લગાવી શકાય છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે, એક શખ્સે ઉર્વશી રૌતેલાને ઈમેલ કર્યો છે. કહેવાય છે કે, આ ઈમેલ એ મોબાઈલ ચોરે મોકલ્યો છે. આ શખ્સે એક ડિમાન્ડ રજૂ કરી છે, જેમાં તે ફોનના બદલામાં તેના ભાઈની કેન્સરની સારવાર કરાવી આપવા માટે કહી રહ્યો છે.

હવે સવાલ એ છે કે, શું ઉર્વશી આ શખ્સની મદદ કરશે. હકીક્તમાં કેન્સરની સારવારમાં મોટો ખર્ચ થાય છે. ઈમેલનો સ્ક્રીનશોટ ઉર્વશીએ શેર કર્યો હતો, તેણે તેને થંબ્સઅપ ઈમોજી પણ બનાવી છે, તેથી એ સ્પષ્ટ થાય છે કે, ઉર્વશીને આ ડીલ મંજૂર છે અને તે મદદ કરવા માટે તૈયાર હોવાનું દેખાઈ રહ્યું છે.

આ પોસ્ટ પર યુઝર્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. કોઈએ ઉર્વશીને પોલીસ પાસે જવાની સલાહ આપી છે તો કોઈ તેની મદદ માટેના નિર્ણયના વખાણ કરી રહ્યા છે. હવે ઉર્વશી શું કરશે અને તેને તેનો ફોન મળી જશે કે નહીં તે જોવું રસપ્રદ થવાનું છે.

ઉર્વશી રૌતેલા પોતાની ફિલ્મોથી વધારે આ પ્રકારના સમાચારથી ચર્ચામાં રહે છે. તે સૌથી વધારે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ગ્લોબલ સ્ટાર બની ચુકેલી ઉર્વશી આ વખતે ઈંડિયા પાકિસ્તાન મેચ જોવા પહોંચી હતી. જ્યાં તેનો ફોન ચોરાઈ ગયો હતો. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી.