ઉર્વશી રૌતેલાએ ભાઈના લગ્નમાં ૩૫ લાખનો લહેંગો, ૮૫ લાખની જ્વેલરી પહેરી

મુંબઇ,

બોલિવુડની ગોજયસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણી વખત પોતાના લૂક્સ અને સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશી આજકાલ પોતાના ભાઈના લગ્નની મજા માણવામાં વ્યસ્ત છે. લગ્નના ઉર્વશીના કેટલાંક ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછા નથી. ઉર્વશી શહેરની હલચલથી દૂર ઉત્તરાખંડના પહાડોમાં ભાઈના લગ્નમાં ઘણી મસ્તી કરતી જોવા મળી છે.

રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસે પોતાના ભાઈના લગ્નમાં સામેલ થવા માટે પોતાના હોમટાઉન ગઈ હતી. એટલું જ નહીં, ઉર્વશી પોતાના પૂર્વજોની ઘર સક્મુંડા ગામ જતા પહેલા સિદ્ધબલી મંદિરના દર્શને પણ પહોંચી હતી. પોતાની ફોઈના પુત્રના લગ્નમાં ઉર્વશીએ ઘણી ધમાલ મચાવી હતી. ઉર્વશી રૌતેલાએ ભાઈના લગ્નમાં પોતાનો ગ્લેમરસ લૂકથી સંપૂર્ણ લાઈમલાઈટ લૂટી લીધી હતી. વેડિંગ ફોટોઝમાં ઉર્વશી આઈવરી રંગના લહેંગામાં જોવા મળી હતી, જેને મેચિંગ બ્લાઉઝની સાથે ટીમ અપ કર્યું હતું.

ઉર્વશીના લહેંગા-ચોલી પર હેવી એમ્બ્રોઈડરી કરેલી હતી. સિક્વિન અને સ્ટોનની બોર્ડરવાળા શીયર દુપટ્ટાની સાથે એક્ટ્રેસે પોતાના એથનીક લૂકને કમ્પલીટ કર્યો હતો. એક્સેસરીઝ માટે ઉર્વશીએ સ્ટોન એક્સેન્ટ અને ગ્રીન ડ્રોપ બીડ્સવાળી હેવી જ્વેલરી પહેરી હતી. ઉર્વશીનો લૂક તો તમે જોયો પરંતુ તેના લહેંગાની કિંમત જાણીને પણ દંગ રહી જશો. એક્ટ્રેસના લહેંગાની કિંમત ૩૫ લાખ રૂપિયા છે અને એક્સેસરીઝની કિંમત આશરે ૮૫ લાખ રૂપિયા છે. કુલ મળીને ભાઈના લગ્નમાં ઉર્વશીના લૂકની કિંમત ૧ કરોડ ૨૦ લાખ રૂપિયા હતી.

કામની વાત કરીએ તો ઉર્વશી સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે. તે અભિનેતા રામ પોથિનેનીની સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. ઉર્વશી ’ઈન્સપેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડા સાથે પણ જોવા મળવાની છે. આ સિવાય તે મિશેલ મોરોનની સાથે એક મોટી ફિલ્મથી હોલિવુડમાં પોતાની સફર શરૂ કરી રહી છે. આ સિવાય ઉર્વશી ભારતીય ક્રિકેટર ૠષભ પંતના કારણે પણ ચર્ચામાં બની રહે છે.

ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં પણ તે ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે પહોંચી તો પંતના કારણે તેણે ટ્રોલર્સના નિશાના પર આવવું પડ્યું હતું. પંત અને ઉર્વશી ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજાને કાઉન્ટર કરતા રહેતા જોવા મળ્યા છે. બંને વચ્ચે અફેર હોવાની વાતો પણ કરવામાં આવી રહી હતી.