પ્રાગ, ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ યુનિવર્સિટીમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, એક હથિયારધારી વ્યક્તિએ યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ૧૫ લોકોના મોત થયા હતા. પોલીસ અને શહેર બચાવ સેવાએ આ જાણકારી આપી. પ્રાગ પોલીસ વડા માટન વોન્ડ્રાસેકે જણાવ્યું હતું કે ગોળીબાર ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગની ઇમારતમાં થયો હતો અને હુમલાખોર વિદ્યાર્થી હતો.
હુમલાખોરનું નામ સાર્વજનિક કરવામાં આવ્યું ન હતું. પોલીસે સંભવિત હેતુ અથવા ગોળીબારના ભોગ બનેલા લોકો વિશે કોઈ વિગતો આપી નથી, જે જાન પલાચ સ્ક્વેર ખાતે વલતાવા નદીની નજીકના બિલ્ડિંગમાં થઈ હતી. ચેક રિપબ્લિકના ગૃહ પ્રધાન વિટ રાકુસને જણાવ્યું હતું કે તપાસર્ક્તાઓને હુમલાખોર કોઈ ઉગ્રવાદી વિચારધારા અથવા જૂથ સાથે સંકળાયેલા હોવાની શંકા નથી.
યુનિવર્સિટી નજીક રુડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું હતું કે તેણે બારીમાંથી જોયું કે એક વ્યક્તિ બિલ્ડિંગની બાલ્કનીમાં ઊભો હતો અને બંદૂક ચલાવતો હતો. રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલે કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ “આઘાત” છે અને પીડિતોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર બંદૂકધારી ૨૪ વર્ષનો હતો. તે પ્રાગથી ૨૧ કિલોમીટર દૂર એક ગામનો રહેવાસી હતો. ઘટનાના આગલા દિવસે શંકાસ્પદ પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પીટર પોવેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું છે કે તેઓ આ ઘટનાથી ‘આઘાતમાં’ છે. તેમણે પીડિતોના પરિવારો અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
માહિતી અનુસાર, ટૂરોનો એક ૧૮ વર્ષનો યુવક, જે મિત્રો સાથે રજાઓ પર પ્રાગ આવ્યો હતો, શૂટિંગ સમયે તે પાડોશમાં હતો. તેણે કહ્યું કે ‘જ્યારે અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો, પછી જ્યારે પોલીસે તેમને ભાગવા માટે બૂમો પાડી તો અમે છુપાઈને મેટ્રો તરફ ભાગ્યા. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો. અચાનક બધા દોડવા લાગ્યા. અમને ખબર ન હતી કે ત્યાં શું થઈ રહ્યું છે. બીજી તરફ, પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ મય પ્રાગ સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટી માં ફાયરિંગની ઘટના અંગે કાર્યવાહી કરી રહ્યા છે અને ઘણા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.