મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષ થનાર છે. દરમિયાન એક યુરોપીય થિંક ટેક્ધના રિપોર્ટે ભારત પર નિશાન સાયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા પાસેથી ભારતે ૩૭ અબજ ડોલરનું ક્રુડ ઓઈલ ખરીદ્યું છે, જે પશ્ર્ચિમી દેશોના પ્રતિબંધને નબળો પાડે છે. ફિનલેન્ડના સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ કલીન એરના એક વિશ્ર્લેષણ અનુસાર ભારતે રશિયન ક્રુડતેલની માત્ર યુદ્ધ પહેલાની તુલનામાં ૧૩ ગણી વધારી દીધી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે પશ્ર્ચિમી દેશોએ રશિયા પાસેથી જેટલુ તેલ ખરીદવુ બંધ કર્યુ એટલું જ લગભગ ભારતે ખરીદ્યુ છે અને તે પુરી રીતે કાયદેસર પણ છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલુંક ક્રુડ ઓઈલ રિફાઈન કરીને એક અબજ ડોલરથી વધુના ઉત્પાદનને યુએસમાં નિકાસ કરવામાં આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતને રશિયન ક્રુડ ઓઈલનું વેચાણ પ્રતિબંધોને આધિન નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક્સપર્ટે શિપીંગ માર્ગની તપાસ કરી, જેમાં ખબર પડી કે શિપમેન્ટમાં મોટી માત્રામાં ક્રુડ ઓઈલના ટેક્ધરોનો એક ’છાયા બેડા’ હોઈ શકે છે.
શું છે છાયા બેડા?: છાયા બેડા એવા જહાજો માટે ઉપયોગ કરવામાં આવે છે જેના બારામાં વધુ જાણકારી ન હોય, આથી વેપારમાં સામેલ પાર્ટીઓની ઓળખ ન થઈ શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ’છાયા બેડા’ રશિયા તરફથી બનાવવામાં આવ્યું હશે, જેથી એ ખબર ન પડી શકે કે આખરે તે કોની સાથે અને કેવી રીતે વેપાર કરી રહ્યું છે, જેથી ક્રેમલીનના નફાને વધારી શકાય. બીજી બાજુ આ મામલે ભારતે પ્રતિક્રિયા આપી છે કે રશિયાથી તેલ ખરીદવું તેનો અધિકાર છે. તે પ્રતિબંધનો ભંગ નથી કરતું. ભારતનું કહેવું છે કે કેટલાક યુરોપીય દેશો ભારતથી વધુ માત્રામાં રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદે છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે યુરોપીય દેશોની તુલનામાં અમારો વેપાર ઘણો નાનો છે.