- “ઇટ્સ ટાઇમ ફોર એકશન”થીમ અંતર્ગત વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી.
તા. 26/07/2024ના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી ના ભાગરૂપે નેશનલ વાઇરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે હેલ્થ ફાઉન્ડેશન રીસર્ચ સેન્ટર અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ તથા ટી.આઇ. પ્રોજેક્ટ અને દિશા ડાપકું તથા ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી અવરનેશ કેમ્પેઈન તથા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત એચ.આઈ.વી., ટીબી ઓફિસર ડો આર. ડી. પહાડીયા તથા સંસ્થાના વડા પ્રમુખ સંદીપ શેઠ, ઉપપ્રમુખ અનિલભાઈ દેસાઈ, સંસ્થાના મંત્રી તેમને ટી.આઈ. પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ, સહમંત્રી વિકાસભાઈ ભુતા, સહમંત્રી ઉમેશભાઈ શાહ, એસ.આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ કે.એલ. લતા હાજર રહ્યા હતા.
હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે ….
પ્રદુષિત પાણી અને ખોરાક, અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજ થી, તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી
માતા થી નવજાત શીશુને,અસુરક્ષિત જાતીય સંબંધો, રેઝર અને ટૂથબ્રશ અદલાબદલી,
ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે
આ કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલના આચાર્ય એ હિપેટાઇટિસ વિશે માર્ગદર્શન આપ્યું. એચ.આઇ.વી., ટીબી ઓફીસર હિપેટાઇટિસ વિશે વાત કરતા જણાવ્યું કે, ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ બી અને સી ફેલાય છે. તમામ સગર્ભા બહેનોનું હિપેટાઇટિસ પરીક્ષણ કરવામાં આવે છે અને વધુમા વધુ સામાન્ય લોકો પણ આ ટેસ્ટ કરાવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એ હિપેટાઇટિસ રસી બાળકોને જન્મના 24 કલાકની અંદર જ આપવામા આવે છે અને જે પણ સગર્ભા બહેન પોઝિટિવ હોય તેનાં આવનાર બાળકને હિપેટાઇટિસથી બચાવવા માટે ઇમ્યુનોગ્લોબ્યુલીન ઈન્જેકશન આપવામા આવે છે અને બાળકને તેનાથી બચાવવામાં આવે છે વધુમા વધું આ રોગથી બચવા માટે લોકો જાગૃત રહો સુરક્ષિત રહો એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરોકત બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકાના હેલ્થ ઓફિસર દવારા પણ બ્લડ ડોનેશન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કેમ્પની અંદર કુલ 51 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું.
આમ આ કાર્યક્રમમાં એસ.આર.કડકિયા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, દિશા ડાપકું સ્ટાફ, ટી.આઇ પ્રોજેક્ટ સ્ટાફ , વિહાન સંસ્થાનો સ્ટાફ ઝાયડસ બ્લડ બેંક સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.