યુપીએસસી ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના ૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા, સૌથી વધુ પાટીદાર

અમદાવાદ, યુપીએસસી સિવિલ સવસ પરીક્ષા ૨૦૨૩નું અંતિમ પરિણામ આજે એટલે કે ૧૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીએ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના ૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જી હા…જનરલ કેટેગરીમાં ૩૪૭ ઉમેદવારો પાસ થયા છે. જ્યારે ઇડબ્લ્યુએસના ૧૧૫ ઉમેદવારો પાસ થયા છે. કુલ ૧૦૧૬ ઉમેદવારમાંથી કુલ ૨૫ ગુજરાતી ઉમેદવારો યુપીએસસી ક્લિયર કરવામાં સફળ થયા છે. આ ૨૫ ગુજરાતીઓમાંથી ૫ યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સવસની પરીક્ષામાં ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ ૧૦૧૬ ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે. તેમાંથી ૩૪૭ જનરલ કેટેગરીના, ૧૧૫ ઇડબ્લ્યુએસ, ૩૦૩ ઓબીસી, ૧૬૫ એસસી અને ૮૬ એસટી છે.

ઉલ્લેખનીય છે કે,યુપીએસસી સિવિલ સવસ પ્રિલિમ્સની પરીક્ષા ૨૮ મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. પછી, મેન્સનું પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ ૨ જાન્યુઆરીથી ૯ એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ ગ્રુપ છ અને મ્માં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે જે ઉમેદવારોએ સિવિલ સવસીસ પરીક્ષા પાસ કરી છે તેમની યુપીએસસી દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ૧,૧૦૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી દ્વારા ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા,ભારતીય પોલીસ સેવા,ભારતીય મહેસૂલ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પોસ્ટ્સ પર નિમણૂકો કરવામાં આવશે.

યુપીએસસીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. જેમાંથી ગુજરાતના એક ઉમેદવાર પાસ થયા છે ત્યારે જે પૈકીના એક ઉમેદવાર કંચન ગોહિલ છે જે મૂળ ગીર સોમનાથના કોડીનારના છે. યુપીએસસી પાસ કરનાર કંચન ગોહિલે જણાવ્યું હતું કે યુપીએસસી પાસ કરવા માટે યોગ્ય દિશા યોગ્ય મહેનત કરવામાં આવે તો પાસ કરી ઘણું સહેલું છે અને ગુજરાતી વિષય સાથે પણ પાસ થઇ શકાય છે અને ઉમેદવારની ખાસ માનસિક તંદુસ્તરી હોવી જરૂરી છે ત્યારે કંચન ગોહિલ એ યુપીએસસી પાસ થવાનો મુખ્ય શ્રેય: પોતાના પિતાને આપ્યો હતો.