પટણા,
બિહારની રાજનીતિમાં જદયુ સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને લઇ ધમાસાન જારી છે.છેલ્લા કેટલાક સમયથી ઉપેન્દ્ર કુશવાહા નીતીશકુમારની વિરૂધ ખુબ નિવેદનબાજી કરી રહ્યાં છે આ દરમિયાન હવે મુખ્યમંત્રી નીતીશકુમારે પલટવાર કરતા કહ્યું કે જો તે રોજ બોલી રહ્યાં છે તો તેનો અર્થ છે કે તે ક્યાંક અન્ય વિચાર કરી રહ્યાં છે.
ઉપેન્દ્ર કુશવાહા પર મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમે તેમને સમ્માન આપ્યું છે.પરંતુ તેમને શું થયું તે ખબર નથી અમે ત્રીજીવાર તેમનો પાર્ટીમાં સ્વીકાર કર્યો તે જે બોલવા ઇચ્છે છે બોલી શકે છે જો તમે રોજ બોલશો તે તેનો અર્થ છે કે તમારો મત અમારાથી અલગ છે.નીતીશે કહ્યું કે આવી વાતો પર ધ્યાન આપવાની જરૂરત નથી અમે તેમને એટલું આપ્યું છે તેમને ધારાસભ્ય અને પાર્ટી નેતા બનાવ્યા આમ છતાં તે ચાલ્યા ગયા પરંતુ ફરી આવ્યા અને અમે તેમને રાજયસભાના સાંસદ બનાવ્યા તે ફરી આવ્યા અને ત્રીજીવાર પાછા આવ્યા અને કહ્યું કે તે પાર્ટીમાં બની રહેશે.
નીતીશે કહ્યું કે બેવાર પાર્ટીથી ભાગ્યા બાદ પણ અમે તેમને પાર્ટીમાં ત્રીજીવાર સામેલ કર્યા જો કોઇ પાર્ટી છોડી જવા ઇચ્છે છે તો જવા દો.પાર્ટીને કંઇ થશે નહીં જો તમે રોજ કંઇક બોલશો તો અર્થ તમે કયાંક અન્ય વિચાર કરી રહ્યાં છે તેમણે કહ્યું કે કુશવાહા ત્રીજીવાર જદયુમાં આવી પાર્ટી નબળી થવાનું નિવેદન આપી રહ્યાં છે જયારે પાર્ટીમાં સભ્યોની સંખ્યા પહેલાથી વધી છે.
એ યાદ રહે કે કુશવાહાએ નીતીશકુમારની વિરૂધ જાહેરમાં વિદ્રોહ કર્યો અને તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને એક ખુલ્લો પત્ર જારી કરી રાજદની સાથે એક ખાસ ડીલ પર ચર્ચા માટે આમંત્રિત કર્યા કુશવાહા તે સમયથી નારાજ ચાલી રહ્યાં છે જયારે બિહારના મુખ્યમંત્રી કુમારે તેમને પોતાની બીજા ઉપમુખ્યમંત્રી બનાવવાની અટકળોને ફગાવી દીધા હતાં.