અલીગઢ,
અલીગઢમાં એએમયુ પહોંચેલા શિયા ધાર્મિક નેતા કલબે જવવાદે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમોને સૌથી વધુ નુક્સાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે હવે સુન્ની અને શિયા એક મંચ પર આવે તે જરૂરી છે. કોંગ્રેસે વકફની જમીન લીઝ પર આપીને મુસ્લિમોને મોટું નુક્સાન કર્યું છે. એવું કહેવાય છે કે વકફની મિલક્ત કોઈના કહેવા પર પણ છોડાવી શકાય નહીં.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યોગીજીના નેતૃત્વમાં રાજ્યમાં કાયદાનું શાસન છે. હવે મોબ લિંચિંગ અને રમખાણોની ઘટનાઓ બની રહી નથી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે મોહરમના કાર્યક્રમો પણ શાંતિપૂર્ણ રીતે યોજાયા છે. માફિયાગીરી, ગુંડાગીરી અને ચોથ વસૂલાત બંધ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર પર પણ અંકુશ આવ્યો છે. જનતા જાગૃત હોવી જોઈએ. તેઓએ એવા લોકોને પસંદ કરવા જોઈએ જેઓ તેમના વિશે સારું વિચારતા હોય. જાતિ અને ધર્મના નામે રાજકારણ કરનારા દેશ, રાજ્ય અને સમાજને નુક્સાન પહોંચાડે છે. તેઓ ફક્ત પોતાનું અને તેમના નજીકના અને પ્રિયજનો માટે સારું કરે છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં કેન્દ્રમાં માત્ર ભાજપની જ સરકાર બનશે. વિપક્ષ પાસે એક્તા નથી અને નેતૃત્વ નથી. કોંગ્રેસમાં પણ નેતૃત્વનો અભાવ છે. એએમયુ પ્રત્યે સમયાંતરે ભાજપ અને હિંદુત્વના નેતાઓના નિવેદનબાજી અંગે કહ્યું કે જાણીજોઈને ખરાબ પ્રચાર કરવો ખોટું છે. વડાપ્રધાને એએમયુને મિની ઈન્ડિયા કહ્યું છે. ભેદભાવના આરોપના સવાલ પર કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈ ભેદભાવ નથી કરી રહી.
ફંડ કટ તમામ યુનિવર્સિટીઓ સાથે નિયમો અનુસાર કરવામાં આવ્યો છે. વિકાસના નામે મેળવેલા નાણાં અગાઉ એકબીજામાં વહેંચી દેવામાં આવતા હતા અથવા વાપર્યા ન હોય તો પરત કરવામાં આવતા હતા. તેમણે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમો સાથે સાવકી મા જેવું વર્તન કર્યું છે.