યુપી સરકાર દુકાનો પર નામ લખવાનો આદેશ પરત ખેચે’, નેમ પ્લેટ વિવાદ પર જયંત ચૌધરી

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના કાંવડ યાત્રાના રસ્તા પર દુકાનદારોના નામ લખવાનો આદેશ સંભળાવતા રાજકારણ ગરમાયેલું છે. વિપક્ષી દળ સિવાય NDA ના સહયોગી પક્ષોએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. જેડીયુ એલજેપી પછી હવે રાષ્ટ્રીય લોકદળએ પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.આરએલડીના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું કે, કાંવડ યાત્રીઓની સેવા બધા કરે છે.

એનડીએના સહયોગી દળ આરએલડીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કાંવડ માર્ગ પર દુકાનો પર નામ લખવાના સરકારી આદેશનો વિરોધ કર્યો છે. જયંત ચૌધરીએ યોગી સરકારને આદેશ પરત ખેચવાની માંગ કરી છે. જયંત ચૌધરીએ યુપી સરકારની ટીકા કરતા કહ્યું કે હિન્દૂ-મુસ્લિમની એક્તા પર ભાર મુક્યો છે. જયંત ચૌધરીએ કહ્યું કે પાર્ટી પોતાના સ્ટેન્ડ પર યથાવત છે.

જયંત ચૌધરીએ કહ્યું, ’કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરીને સેવા નથી લેતા.આ મુદ્દાને ધર્મ સાથે ના જોડવું જોઇએ. હજુ પણ સમય છે કે સરકારે નિર્ણય પરત લેવો જોઇએ. હવે ક્યાં-ક્યા નામ લખશો. શું તમારા કુર્તા પર પણ પોતાનું નામ લખી લો? શું નામ જોઇને મારી સાથે હાથ મીલાવશો?

મહત્ત્વપૂર્ણ છે કે યોગી સરકારે કાવડ યાત્રાના રસ્તા પર દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર, તમામ દુકાનો પર તેમના નામ લખવા જોઈએ જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર આવેલી ખાદ્યપદાર્થોની દુકાનો પર ’નેમપ્લેટ’ લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક, ઓપરેટરનું નામ અને ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.