યુપીને માત્ર પ્રધાનમંત્રી મળ્યા, બીજું કંઈ નહીં:૧૦ વર્ષથી અમે ત્યાં ને ત્યાં જ છીએ,અખિલેશ

સંસદના ચોમાસુ સત્રનો સાતમો દિવસ છે. અખિલેશ યાદવે લોક્સભામાં કહ્યું- મેક ઇન ઇન્ડિયાના નામે યુપીને માત્ર વડાપ્રધાન મળ્યા છે. કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યો નથી. ૧૦ વર્ષ પછી પણ ત્યાં ને ત્યાં જ છીએ.

અખિલેશે કહ્યું- જ્યારે વડાપ્રધાને જનકપુરથી ઝંડો બતાવ્યો હતો, ત્યારબાદ ત્યાંથી બસ અયોધ્યા આવી. ત્યારે મેં અયોધ્યાથી જનકપુર સુધી એક્સપ્રેસ-વે બનાવવાની માંગ કરી હતી, પરંતુ આજ સુધી તેના પર કામ થયું નથી.

અખિલેશે કહ્યું- તમે મેક ઇન ઇન્ડિયાનું મોટું સપનું બતાવ્યું છે. સૌથી વધુ સાંસદો યુપીમાંથી આવે છે. અમને કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યો નથી. માત્ર વડાપ્રધાનને મળ્યા છે. ન તો અમને આઇઆઇએમ મળ્યું ન તો આઇઆઇટી. સરકાર દ્વારા કોઈ નવી સંસ્થા કે યોજના આપવામાં આવી નથી. બે એઈમ્સ આવી ગઈ છે. રાયબરેલી અને ગોરખપુર બંને માટે જમીન સમાજવાદી પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવી હતી.

લોક્સભામાં પ્રશ્ર્નકાળ શરૂ થતાં જ વિપક્ષે ઝારખંડ રેલવે દુર્ઘટના અને વાયનાડ ભૂસ્ખલન પર ચર્ચાની માંગ કરી હતી. સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્ર્નકાળ પછી શૂન્યકાળમાં ચર્ચાની વાત કરી હતી.આપ સાંસદોએ દિલ્હીના એલજીને બરતરફ કરવાની માંગ કરી હતી. તેમણે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું