- ફૂડ સ્ટ્રીટ્સ લોકોને અલગ અલગ રાજયોના ખાનપાન અને પરિવેશથી પરિચિત કરાવશે.
લખનૌ,
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ભારતના અલગ અલગ રાજયોના ખાનપાન ભલે જ અલગ અલગ હોય પરંતુ આ ખાનપાન બાદનો સ્વાદ અને ઉર્જા છે તે એક જેવો જ હોય છે.રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે દરેક મહાનગરની અંદર ખાન પાનની એક એવી ગલી બનાવો જયાં લોકોને વિવિધ સમાજોથી જોડાયેલ ખાન પાનની વસ્તુ મળી શકે
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આ ફૂડ સ્ટ્રીટ્સ લોકોને અલગ અલગ રાજયોના ખાનપાન અને પરિવેશથી પરિચિત કરાવશે તેમણે કહ્યું કે લોકો પરિવારની સાથે જઇ જોઇ પણ શકશે કે જો તેમને તમિલનાડુ જવું છે તો ત્યાં ભોજનમાં શું મળશે,પંજાબ જવું છે તો ત્યાં શું મળશે અને કેરલ,ઉત્તરાખંડ જેવી જગ્યાએ પર જવું છે તો શું ભોજન મળશે કારણ કે આ તમામ ખાનપાન વિશિષ્ટ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે એવો પ્રયાસ થવો જોઇએ કે કેટલીક સ્પેશલ ગલીઓ બને જે ખાનપાન પણ હોય મલયાલમ પણ હોય,તેલુગુ પણ હોય રાજસ્થાની પણ હોય,પંજાબી પણ હોય સિંધી પણ હોય ઉત્તરાખંડી પણ હોય અને ઉત્તરાખંડમાં પણ ગઢવાલનો પણ હોય કુમાઉનો પણ હોય જૌનસાર નો પણ હોય. મુખ્યમંત્રીએ કહ્યું કે આવું જ ઉતરપ્રદેશમાં ભોજપુર અવધ બુંદેલખંડ અને બ્રજનો પણ હોય આ તમામ સંસ્કૃતિઓ દેશની શક્તિ છે.આ સાથે જોડાયેલ આપણો ઇતિહાસ આપણુ ગૌરવ અને ગૌરવની અનુભૂતિ કોઇ પણ સમાજને આગળ વધારવાનું કાર્ય કરે છે.તેને સતત આગળ વધારવાની પણ જરૂરત છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે બધા જાણીયે છી કે ભારતની વિશેષતા છે કે તેમાં અનેકતા છે.ખાન પાન વેશભૂષા ભાષા આ બધામાં અનેકતા છે પરંતુ ભાવ અને ભંગિમા આપણે બધા એક છીએ. કાશી તમિલ સંગમનો ઉલ્લેખ કરતા કહ્યું કે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સમાજની સંસ્કૃતિ જ તેની આત્મા છે જે આપણને બધાને એક સુત્રમાં બાંધે છે.