યુપીના શાહજહાંપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો,દંપતી સહિત ૫ લોકોના મોત

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઇ છે.જેમા સેહરામઉના દક્ષિણ વિસ્તારના દિલાવરપુર ગામ નજીક હરદોઈ-શાહજહાંપુર હાઈવે પર સવારે ૫ વાગે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી.જે ઘટનામા બાઈક સવાર દંપતી સહિત ૫ લોકોના મોત થઈ ગયા,જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ છે.ત્યારે આ તમામ એક જ બાઈક પર સવાર હતા.જેઓ હરદોઈના શાહાબાદથી ઘરે પાછા ફરી રહ્યા હતા.આમ જૈતીપુર વિસ્તારના ગામ સલેમપુરના નિવાસી રઘુવીર,પત્ની જ્યોતિ,પુત્ર કૃષ્ણા અને અભિ,સાળી જૂલી અને તેમની પુત્રી આરાધ્યા સાથે શાહાબાદના દલેલનગર નિવાસી શ્યામ સિંહની પુત્રી ગુડ્ડીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા.જેઓ એક જ બાઈક પર સવાર થઈને ઘરે પાછા ફરી રહ્યા હતા.આ દરમિયાન સેહરામઉના દક્ષિણ વિસ્તારમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી.

જે ઘટનામાં રઘુવીર,જ્યોતિ,કૃષ્ણા,અભિ અને જૂલીનુ મોત નીપજ્યુ જ્યારે જૂલીની પુત્રી આરાધ્યા ઈજાગ્રસ્ત થઈ છે.આમ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકો પાસેથી મળેલા ડોક્યુમેન્ટના આધારે તેમની ઓળખ કરી તેમના પરિવારોની જન કરતાં હાહાકાર મચી ગયો હતો.જે ઘટના બાદ હાઈવે પર મોડે સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.જેમાં પોલીસે મૃતદેહોને હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો.જ્યારે બીજીતરફ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.