
લખનૌ,
ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં ગન્ના વિકાસ અને ખાંડ મિલ મંત્રાલયના મંત્રી સંજય સિંહ ગંગવારને એમપી એમએલએ કોર્ટે ત્રણ મહીનાની સજા સંભળાવી છે. આ સાથે જ મંત્રીની વિરૂધ ૨૦૦૦ રૂપિયાના અર્થદંડ પણ લગાવવામાં આવ્યો છે.મંત્રી સંજય સિંહ ગંગવારને બે મામલામાં સજા સંભળાવવામાં આવી છે અને તેમને આચાર સંહિતાના ભંગના દોષી માનવામાં આવ્યા છે.
એમપી એમએલએ કોર્ટની વિશેષ ન્યાયાધીશ પ્રિયંકા રાનીએ પ્રત્યેક મામલામાં મંત્રી પર ૨,૦૦૦ રૂપિયાને દંડ લગાવ્યો જયારે આદર્શ આચાર સંહિતાના ભંગના ત્રીજા મામલામાં તેમને મુકત કરી દીધા છે.સજા સંભળાવ્યા બાદ અદાલતમાં હાજર ગંગવારને હિરાસતમાં લેવામાં આવ્યા જો કે બાદમાં તેમની વકીલે જામીન અરજી દાખલ કરી જેના પર અદાલતે વિચાર કર્યો અને ખાનગી મુચલકે પર તેમને જામીન મળી ગયા.
હકીકતમાં ૨૦૧૨ની વાત છે જયારે સંસજય સિંહ બસપામાં હતાં અને વિધાનસભા ચુંટણી લડી રહ્યાં હતાં આ દરમિયાન તેમણે ચુંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ભંગ કર્યો હતો ત્યારબાદ તેમની વિરૂધ પીલીભીતના સુનગઢી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો આજ મામલામાં સંજયસિંહ ગંગવારને સજા સંભળાવવામાં આવી છે જો કે મંત્રીનું ધારાસભ્યનું પદ જશે નહીં કારણ કે તેમને ફકત ત્રણ મહીનાની સજા સંભળાવવામાં આવી છે.