- દિલ્હીની કોર્ટે યુપીના રેપિસ્ટ રવિન્દર કુમારને ૩૦ રેપ બદલ દોષી ઠેરવ્યો.
દિલ્હીની એક અદાલતે શનિવારે બળાત્કારી રવિન્દર કુમારને ડઝનબંધ બાળકો પર બળાત્કાર અને હત્યા કરવા બદલ દોષી ઠેરવ્યા છે. આરોપીએ ૩૦ જેટલા બાળકો પર બળાત્કાર ગુજારીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આરોપી ઉત્તર પ્રદેશના કાસગંજનો રહેવાસી છે અને તેણે કથિત રીતે દિલ્હી-એનસીઆર અને પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ વિસ્તારોમાં ગુના કર્યા હતા. આક્ષેપો મુજબ આરોપી દારૂ અને ડ્રગ્સનો બંધાણી છે અને નશા હેઠળ આવું કામ કરતો હતો. તે બાળકોને મીઠાઈ ખવડાવીને લલચાવતો હતો અને પછી બળાત્કાર ગુજારીને મારી નાખતો હતો.
રવિન્દર કુમાર પોતાના ટાર્ગેટની શોધમાં રોજ ૪૦ કિમી ચાલતો હતો અને પછી શિકાર શોધતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦૦૮ થી ૨૦૧૫ ની વચ્ચે,તેણે કથિત રીતે લગભગ ૩૦ બાળકોને ભોગ બનાવ્યા હતા, જેમાં સૌથી નાનો માત્ર બે વર્ષનો હતો અને સૌથી મોટો, ૧૨ વર્ષનો હતો.
રિપોર્ટ અનુસાર એક વખત સીડી પ્લેયર પર બે અશ્લીલ ફિલ્મો જોયા બાદ આ શખ્સમાં સીરિયલ રેપિસ્ટ અને ખૂની જાગ્યાં હતા અને ત્યારથી જ તેણે રેપ અને મર્ડર કરવાનું શરૂ કરી દીધું. સાંજે થાકેલા મજૂરો પાછા આવીને પોતાની ઝૂંપડપટ્ટીમાં સૂઈ જાય કે તરત જ રવિન્દર પોતાના શિકારે નીકળી જતો. રાત્રે ૮ થી મધરાત સુધી તે બાળકોને ૧૦ રૂપિયાની નોટો કે મીઠાઈની લાલચ આપીને કોઈ નિર્જન મકાન કે ખાલી મેદાનમાં લઈ જતો અને તેમના પર બળાત્કાર ગુજારતો અને પછી તેની હત્યા કરી નાખતો.
જ્યારે રવિન્દર કુમારની ધરપકડ કરવામાં આવી ત્યારે એડિશનલ કમિશનર તરીકે રહેલા વિક્રમજીત સિંહના કહેવા અનુસાર બાળકોના રેપ અને હત્યા બાદ દોષી રવિન્દર નેફ્રોફિલિયા પણ હતો. તે લાશ સાથે રેપ કરવાનો પણ મનોરોગી હતો.દોષીનો દાવો છે કે જે છોકરીઓને કાબુમાં કરવી મુશ્કેલી હતી તેણે તેમની હત્યા કરી નાખી હતી. ત્યાર લાશ સાથે પણ રેપ કરતો હતો.
દહિયાએ દાવો કર્યો હતો કે, દારૂ અથવા ડ્રગ્સનું સેવન કર્યા પછી, રવિન્દર પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં અને સાંજે, તેણે તેની ઇચ્છા પૂરી કરવા માટે બાળકોની શોધ શરૂ કરી દીધી. તે બાળકોની શોધમાં અંડર કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર જતો હતો. ઘણા પ્રસંગોએ, તેણે ઝૂંપડીઓમાંથી બાળકોનું અપહરણ કર્યું હતું અને ઉજ્જડ ઇમારતો અથવા નિર્જન સ્થળોએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. ૨૦૦૮માં તેણે કરાલામાં એક બાળકીનું તેની ઝૂંપડીમાંથી અપહરણ કર્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે શરૂઆતના કેટલાક કેસોમાં તેની ધરપકડ થઈ શકી ન હતી, ત્યારે તેને ખાતરી થઈ ગઈ હતી અને વધુ ભયાનક ગુનાઓને અંજામ આપ્યો હતો.
દોષીએ એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે ૨૦૧૨માં અલીગઢમાં એક લગ્ન સમારંભ દરમિયાન તેની કાકીને મળતી વખતે એક સંબંધીના ૧૪ વર્ષના બે બાળકોને પણ નિશાન બનાવ્યાની કબૂલાત કરી હતી. ૨૦૧૧માં તપાસ દરમિયાન તેણે પોલીસને ઓછામાં ઓછી ૨૦૧૨ જગ્યાઓ બતાવી હતી, જ્યાં તેણે કથિત રીતે યૌન અપરાધ કર્યો હતો.
રવિન્દરના પિતા યુપીના કાસગંજમાં મજૂરી કરીને ગુજરાત ચલાવી રહ્યાં અને માતા ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. પોલીસ છ વર્ષની બાળકીની હત્યાની તપાસ કરી રહી હતી અને બાતમીદારોની મદદ અને ટેકનિકલ સર્વેલન્સ બાદ રવિન્દરની ઉત્તર પશ્ર્ચિમ દિલ્હીના રોહિણી નજીક સુખબીર નગર બસ સ્ટેન્ડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.