
- ચોરીના આરોપમાં પહેલા પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખ્યું, પેટ્રોલનું ઈન્જેક્શન માર્યું
- આરોપીઓની ધરપકડ
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાંથી એક બર્બર કૃત્યનો વીડિયો સામે આવ્યો છે. અહીં કેટલાક છોકરાઓએ પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘી અને પૈસાની ચોરી કરવાના આરોપમાં બે સગીર બાળકોને પકડ્યા હતા. બંને બાળકોના પ્રાઈવેટ પાર્ટમાં લીલા મરચા નાખ્યા હતા. આ પછી સિરીંજમાં પેટ્રોલ ભરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
આનાથી પણ આરોપીનું મન ભરાયું નહોતું એટલે બંને બાળકોને બોટલમાં ભરેલો પેશાબ પીવડાવ્યો હતો. બંને પીડાથી રડતા અને કણસતા રહ્યા, પરંતુ બદમાશો અટક્યા નહીં. આ પછી તેને બંધક બનાવીને માર મારવામાં આવ્યા હતા. નિર્દયતાની આ ઘટના ડુમરિયાગંજ વિસ્તારના કોનકટી ચોકડીની છે.
ઘટના શુક્રવારની જણાવવામાં આવી રહી છે, જેનો વીડિયો શનિવારે સામે આવ્યો છે. 8 લોકો સામે નામ નોંધવામાં આવ્યું છે. પોલીસ આમાંથી 6 લોકોની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. એએસપી સિદ્ધાર્થે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પીડિત બાળકોને મળ્યા હતા.
કોનાકટી ચારરસ્તા પર સઈદનું પોલ્ટ્રી ફાર્મ છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે, સઈદ અને અન્ય 5 લોકોએ તુર્કૌલિયા તિવારી અને ઝહરાંવના બે બાળકોને પૈસા અને મરઘી ચોરી કરવાના આરોપમાં પકડ્યા હતા. આ પછી બંનેને ખેતરની અંદર બાંધીને ખૂબ માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બંને બાળકોના પ્રાઈવેટ પાર્ટમાં બળજબરીથી મરચાં ભરી દીધા. આ દરમિયાન વીડિયોમાં એક વ્યક્તિ પેટ્રોલનું ઈન્જેક્શન લગાવતો પણ જોવા મળી રહ્યો છે.
બદમાશોને આનાથી સંતોષ ન થયો એટલે તેમણે બોટલમાં પેશાબ ભરીને બંને બાળકોને પીવડાવી દીધો. વીડિયોમાં બંને બાળકો બોટલમાં ભરેલ પેશાબ પીતા પણ જોવા મળે છે. આરોપીઓએ પહેલા હસતા- હસતા આ ક્રુરતાનો વિડીયો બનાવ્યો અને પછી પોતે વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ પીડિતાના પરિજનોએ પાથરા પોલીસને ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની માહિતી મળતા જ એએસપી સિદ્ધાર્થ પીડિતોને મળવા દોડી ગયા હતા. બંનેના પરિવારજનોને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. એએસપીના જણાવ્યા અનુસાર હાલ બંને બાળકોની હાલત ઠીક છે. તેમની સારવાર કરવામાં આવશે.
બેવાન સીએચસીના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શ્રવણ તિવારીએ જણાવ્યું કે જો પેટ્રોલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય, તો તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવે, કારણ કે લોહીમાં ભળેલું પેટ્રોલ કિડની અને હૃદય પર ખરાબ અસર કરી શકે છે. ધીમે ધીમે લોહીમાં ભળતું પેટ્રોલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડીને પેરાલિસિસનું કારણ બની શકે છે.
એવું કહેવાય છે કે પોલ્ટ્રી ફાર્મ સંચાલક છેલ્લા 3 વર્ષથી નોંધણી વગર ફાર્મનું સંચાલન કરે છે એટલું જ નહીં, સ્થળ પર જ મરઘીઓને કાપીને વેચે છે. જ્યારે નિયમ એવો છે કે જો મરઘાં કાપીને પોલ્ટ્રી ફાર્મ પર વેચવામાં આવે છે, તો તે ફાર્મ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોંધાયેલ હોવું જોઈએ. ડીઓ જીકે દુબેએ જણાવ્યું કે તેમને આની જાણ નથી. વિભાગ તપાસ કરશે અને માલિક સામે કાર્યવાહી કરશે.
એએસપી સિદ્ધાર્થે કહ્યું કે પાથરા પોલીસને ફરિયાદ મળી છે. વીડિયો પણ જોવામાં આવ્યો છે. આરોપીઓએ તમામ હદ વટાવી ગઈ છે. 6 લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.