લખનૌ,
ઉત્તરપ્રદેશ વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ રાજય સરકારને તપાસ બાદ અપાત્રોને જારી રાશન કાર્ડ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.અયોધ્યાના ગોસાઇગંજ નિર્વાચન ક્ષેત્રથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અભય સિંહે આ મામલો ઉઠાવ્યો હતો.અભયસિંહે એ કહેવા બાદ કે તે મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી દ્વારા આપવામાં આવેલા જવાબથી સંતુષ્ટ નથી ત્યારબાદ અધ્યક્ષે નિર્દેશ જારી કર્યા.
સપા ધારાસભ્યે પુછયુ હતું કે શું સરકારે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા રાજયમાં નવા રાશન કોર્ડ જારી કરવામાં વિલંબની બાબતમાં માહિતી હતી અભય સિંહે સરકારથી એ પણ જાણવા માંગ્યુ કે ૨૦૧૮થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ સુધી અયોધ્યા જીલ્લામાં કેટલા નવા રાશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને કેટલી અરજી લંબિત છે સભ્યોના પ્રશ્નોના મુખ્યમંત્રી તરફથી લેખિત જવાબ આવ્યો.કહેવાય છે કે એક એપ્રિલ ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૨૨ની વચ્ચે પ્રાપ્ત અરજીની વિરૂધ રાજયમાં કુલ ૧,૩૩,૦૩,૬૨૫ રાશન કાર્ડ જારી કરવામાં આવી ચુકયા છે. અયોધ્યા જીલ્લામાં આ મુદ્ત દરમિયાન પ્રાપ્ત અરજીની વિરૂધ કુલ ૧,૪૪,૬૨૮ રાશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને વર્તમાનમાં ફકત ૬૫૮ રાશન કાર્ડ લંબિત છે રાજય સ્તર પર લંબિત રાશન કાર્ડની સંખ્યા ૧૩,૩૧,૧૩૦ છે.
જયારે મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે રાજયમાં ૨૫ કરોડ લોકોમાંથી ૧૪ કરોડને મફત રાશન મળી રહ્યાં છે.મંત્રી ચૌધરી યુપી વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન સમાજવાદી પાર્ટીના સભ્ય રાગિની સોનકર દ્વારા ઉઠાવવામાં આવેલ એક સવાલનો જવાબ આપી રહ્યાં હતાં તેમણે કહ્યું કે રાજયમાં ૨૫ કરોડથી વધુ લોકોમાંથી ૧૪ કરોડને મફત રાશન મળી રહ્યું છે વડાપ્રધાન ઉજજવલા યોજના હેઠળ ૧૩ ફેબ્રુઆરી સુધી રાજયમાં લાભાર્થીઓને કુલ ૧,૭૫,૦૨,૧૯૮ મફત ગેસ જોડાણ આપવામાં આવ્યા છે.વર્તમાનમાં ૨૩૫.૩૯ રૂપિયા પ્રતિ સિલેન્ડર રિફિલ સબસીડી આપવામાં આવી રહી છે.